
ક્રાંતિ ગૌડનો જન્મ 11 ઓગસ્ટ 2003ના રોજ મહારાષ્ટ્રમાં થયો છે. તે એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. તે સ્થાનિક ક્રિકેટમાં મધ્યપ્રદેશ અને મહિલા પ્રીમિયર લીગમાં યુપી વોરિયર્ઝનું પ્રતિનિધિત્વ કરે છે.

ક્રાંતિ ગૌડાનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

ક્રાંતિ ગૌડા આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ભાગ છે. ક્રાંતિ ગૌડા 2025 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ રહી ચૂકી છે.

ક્રાંતિ ગૌડ મધ્યપ્રદેશ મહિલા ક્રિકેટ ટીમ માટે ઘરેલુ ક્રિકેટ રમે છે.તેમણે 2024-25 સિનિયર મહિલા વન ડે ટ્રોફીની ફાઇનલમાં બંગાળ સામે 4 વિકેટ લીધી હતી. તે મધ્યપ્રદેશ અંડર-23 ટીમ માટે પણ રમી હતી.

ડિસેમ્બર 2024માં ત્રીજા WPLઓક્શનમાં ક્રાંતિ ગૌડને UP વોરિયર્ઝ ફ્રેન્ચાઇઝ દ્વારા 10 લાખમાં ખરીદવામાં આવી હતી. તે 2023માં ઇસી વોંગ પછી WPL માં ચાર વિકેટ લેનાર બીજી સૌથી નાની ઉંમરની ક્રિકેટર બની હતી.

ક્રાંતિની પ્રથમ WPL વિકેટ મેગ લેનિંગ હતી જે ક્લીન બોલ્ડ હતી.WPL 2026માં UP વોરિયર્ઝની આ પેસ બોલરે જાદુનો એક ક્ષણ હતી. જ્યારે તેના જાફાએ ડેની વ્યાટને ક્લીન આઉટ કરી હતી.

એપ્રિલ 2025માં ક્રાંતિ ગૌડને શ્રીલંકા ત્રિ-રાષ્ટ્રીય સીરિઝમાં કાશ્વી ગૌતમના સ્થાને રાષ્ટ્રીય ટીમમાં પસંદ કરવામાં આવી હતી. તેમણે 11 મેના રોજ યજમાન શ્રીલંકા સામે ત્રિ-રાષ્ટ્રીય સીરિઝની ફાઇનલમાં તેનું ODI ડેબ્યૂ કર્યું હતું.

ત્યારબાદ તેમણે ઇંગ્લેન્ડ સામેની સીરિઝ માટે ODI અને T20I ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.12 જુલાઈના રોજ તે સીરિઝમાં T20I ડેબ્યૂ કર્યું હતુ.

ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં રમાયેલી ત્રીજી અને છેલ્લી ODIમાં સીરિઝ 1-1 પર હતી. તેમણે પ્રથમ પાંચ વિકેટ લીધી, જેનાથી ભારતને 13 રનથી જીત અપાવી

21 વર્ષ અને 345 દિવસમાં મહિલા ODIમાં પાંચ વિકેટ લેનાર સૌથી નાની ઉંમરની ભારતીય ખેલાડી બની, ઝુલન ગોસ્વામીના રેકોર્ડને પાછળ છોડી દીધો હતો.

સતત બેસ્ટ પ્રદર્શન બાદ ક્રાંતિ ગૌડને 2025 વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.

5 ઓક્ટોબરના રોજ, કોલંબોમાં પાકિસ્તાન સામે ભારતની ગ્રુપ સ્ટેજ મેચમાં, તેમણે ત્રણ વિકેટ લીધી અને તેની ટીમને 88 રનથી જીત અપાવી. તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
Published On - 7:11 am, Wed, 24 June 26