
ભારતીય સિનેમામાં હિરો અને હિરોઈન વિશે વાત કરવામાં આવે છે પરંતુ આ ઈન્ડસ્ટ્રીમાં કેટલાક સ્ટાર એવા પણ છે. જેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે અને સાઈડ અભિનેતા તરીકે ચાહકોનું મનોરંજન કર્યું છે.

જેમાં એક નામ મુરલી શર્મા છે. મુરલીએ અનેક ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવવા ખુબ સંધર્ષ કર્યો છે.

મુરલી શર્માનો જન્મ 9 ઓગસ્ટ 1972ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુરમાં થયો હતો અને તેમનો ઉછેર મુંબઈમાં થયો હતો.તેમણે સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી અને મુંબઈની રોશન તનેજા એક્ટિંગ સ્કૂલમાંથી અભિનયનો અભ્યાસ કર્યો.

મુરલી શર્માનો પરિવાર જુઓ

મુરલી શર્માના પિતા વ્રજભૂષણ શર્મા, મરાઠી છે, અને તેમની માતા તેલુગુ છે. જોકે, મુરલી નાની ઉંમરે મુંબઈ ગયા અને ત્યાં જ તેમનું શિક્ષણ પૂર્ણ કર્યું. આ કારણે, તેઓ પોતાને આંધ્રપ્રદેશનો રહેવાસી નહીં પણ મુંબઈકર માને છે અને પોતાને "બોમ્બેલાલા" કહે છે.

આ અભિનેતાએ સ્નાતક થયા પછી તરત જ અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો, પરંતુ તે પહેલાં, તેમણે રોશન તનેજા એક્ટિંગ સ્કૂલમાં અભિનયનો અભ્યાસ કર્યો હતો.

મુરલી શર્માએ અભિનેત્રી અશ્વિની કાલસેકર સાથે લગ્ન કર્યા છે. મુરલી શર્મા મુખ્યત્વે તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. મુરલી શર્માએ તેલુગુ, હિન્દી, તમિલ, મરાઠી, કન્નડ અને મલયાલમ સિનેમા સહિત 130 થી વધુ ફીચર ફિલ્મોમાં અભિનય કર્યો છે.

મુરલી શર્માએ દૂરદર્શનના પલટન સાથે ટેલિવિઝનમાં વ્યાપક ઓળખ મેળવી હતી. જેમાં તેઓ કર્નલ આર.એસ.ની મુખ્ય ભૂમિકા ભજવે છે. લાગી તુઝસે લગન, મહાયજ્ઞ, વિરાસત, જીંદગી તેરી મેરી કહાની, રિશ્તે, હમને લી હૈ શપથ, જેવી સીરિયલમાં પણ કામ કર્યું છે.

2007માં તેમને "અતિથિ" માટે શ્રેષ્ઠ વિલન માટે નંદી પુરસ્કાર મળ્યો હતો.

2007માં તેમને "અતિથિ" માટે શ્રેષ્ઠ વિલન માટે નંદી પુરસ્કાર મળ્યો હતો.

'ન્યૂ લાઇફ થિયોલોજિકલ યુનિવર્સિટી' એ 2021માં મુરલી શર્માને સમાજના કલ્યાણમાં તેમના યોગદાન બદલ માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી.

ફિલ્મ ઉદ્યોગના લોકો સિવાય, બહુ ઓછા લોકો જાણે છે કે મુરલી શર્માએ 2009 માં અશ્વિની કાલસેકર સાથે લગ્ન કર્યા હતા.

આ અશ્વિનીના બીજા લગ્ન હતા. તેના પહેલા લગ્ન 1998 માં નીતિશ પાંડે નામના વ્યક્તિ સાથે થયા હતા.

મુરલી શર્માની જેમ અશ્વિની પણ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તે ટેલિવિઝનમાં પણ ખૂબ એક્ટિવ રહી છે.
Published On - 7:11 am, Fri, 24 July 26