મોદી સરકારનો મોટો એક્શન પ્લાન: અચાનક ક્રૂડ ઓઈલનો આટલો મોટો ભંડાર કેમ કરવામાં આવી રહ્યો છે ભેગો, જાણો શું છે માસ્ટરસ્ટ્રોક.

શું ભારત પર પેટ્રોલ-ડીઝલની અછતનું સંકટ તોળાઈ રહ્યું છે? રશિયા-યુક્રેન અને મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે મોદી સરકારે ભારતને મોંઘવારીથી બચાવવા એક મોટો માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે.

| Updated on: Jun 11, 2026 | 9:42 PM
1 / 10
દુનિયાભરમાં વધી રહેલા તણાવ અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે મોદી સરકાર ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે એક અત્યંત મોટા અને મહત્વના પ્લાન પર કામ કરી રહી છે.

2 / 10
અહેવાલ મુજબ, સરકાર દેશમાં ઈમરજન્સી ઈંધણની ઉપલબ્ધતાને વર્તમાન 60 દિવસથી વધારીને સીધી 3 મહિના એટલે કે 90 દિવસ સુધી લઈ જવાની ગંભીર યોજના બનાવી રહી છે.

3 / 10
છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયા-યુક્રેન યુદ્ધ અને મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) ના સૈન્ય તણાવને કારણે ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેનાથી ભારત જેવા તેલ આયાત કરતા દેશો માટે મોટું જોખમ ઊભું થયું છે.

4 / 10
ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 89% ક્રૂડ ઓઈલ વિદેશોમાંથી મંગાવે છે. આ જ કારણે જો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેલના ભાવ વધે કે સપ્લાય અટકે, તો ભારતની અર્થવ્યવસ્થા સીધી પ્રભાવિત થાય છે.

5 / 10
નાણાકીય વર્ષ 2025-26માં ભારતે સોનું, તેલ અને ખાતરની આયાત પાછળ 240.7 અબજ ડોલર ખર્ચ્યા હતા, જેમાં સૌથી મોટો હિસ્સો ક્રૂડ ઓઈલનો હતો, જેનો આયાત બિલ જ માત્ર 134.7 અબજ ડોલર હતું.

6 / 10
આ યોજના અંતર્ગત દેશની જાણીતી સરકારી ઓઈલ કંપનીઓ જેવી કે IOC, BPCL અને HPCL ને તેમની કોમર્શિયલ ઈન્વેન્ટરી એટલે કે તેલનો સ્ટોક મોટા પાયે વધારવાનો આદેશ આપવામાં આવી શકે છે.

7 / 10
વર્તમાન સમયમાં ઈન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ (ISPRL) પાસે વિશાખાપટ્ટનમ, મંગલુરુ અને પાદુર ખાતે 5.33 મિલિયન મેટ્રિક ટન ક્ષમતાના વ્યૂહાત્મક તેલ ભંડાર ઓલરેડી ઉપલબ્ધ છે.

8 / 10
જો પાડોશી દેશ ચીનની વાત કરીએ તો તે પોતાની જરૂરિયાત મુજબ 6 મહિના (180 દિવસ) જેટલો વિશાળ તેલ ભંડાર અનામત રાખે છે, જેના કારણે કોઈપણ સપ્લાય કટોકટીમાં પણ ચીન સુરક્ષિત રહે છે. ભારત પણ હવે આ જ દિશામાં આગળ વધી રહ્યું છે.

9 / 10
જો ભવિષ્યમાં દરિયાઈ માર્ગો બ્લોક થઈ જાય અથવા વૈશ્વિક સંઘર્ષ વધે, તો આ મોટો તેલ ભંડાર ભારતને મોંઘવારી, ઈંધણના ભડકે બળતા ભાવ અને આયાત બિલના આંચકાથી બચાવવા માટે ઢાલ સાબિત થશે.

10 / 10
જો કે, સરકારે હજુ સુધી આ પ્લાનની સત્તાવાર સમયસીમા જાહેર કરી નથી. માર્કેટની સ્થિતિ, સંગ્રહ કરવાની ક્ષમતા અને આર્થિક બોજનો ઊંડો અભ્યાસ કર્યા બાદ જ આ પ્લાન પર અંતિમ મહોર મારવામાં આવશે.

Follow Us