Breaking News: મોંઘવારીનો ડબલ ડોઝ: યુદ્ધના કારણે તમારા ખિસ્સા પર પડશે સીધો માર, AC થી લઈને દૂધ-પાણી બધું જ થશે મોંઘુ!

પશ્ચિમ એશિયામાં વધતા તણાવની અસર હવે ભારતીય રસોડા અને લિવિંગ રૂમ સુધી પહોંચી છે! 1 એપ્રિલથી AC, ફ્રીજ, ટીવી અને મુસાફરી બધું જ મોંઘું થવા જઈ રહ્યું છે. શું તમે આ ભાવ વધારા માટે તૈયાર છો?

| Updated on: Mar 21, 2026 | 11:40 AM
1 / 8
Godrej Appliances (AC અને ફ્રીજ): જો તમે આ ઉનાળે નવું AC કે ફ્રીજ લેવાનું વિચારતા હોવ, તો ઉતાવળ રાખજો. ગોદરેજ એપ્લાયન્સીસ આવતા મહિનાથી AC, વોશિંગ મશીન અને રેફ્રિજરેટરમાં 5-10% નો તોતિંગ વધારો કરવા જઈ રહી છે.

2 / 8
Bisleri (પીવાનું પાણી): તરસ છિપાવવી પણ હવે મોંઘી પડશે. જાણીતી કંપની બિસલેરીએ તેની બોટલબંધ પાણીની કિંમતોમાં 11% સુધીનો વધારો ઝીંકી દીધો છે, જેની સીધી અસર સામાન્ય માણસ પર પડશે.

3 / 8
Television (TV સેટ): મનોરંજનના સાધનો પણ મોંઘા થયા છે. ચિપ્સની અછત અને યુદ્ધના કારણે ટીવીના મેન્યુફેક્ચરિંગમાં વપરાતા કાચા માલના ભાવ વધતા, ટીવી સેટની કિંમતોમાં 1-2% નો વધારાનો બોજ આવશે.

4 / 8
 Home Interior (ઘરનું ફર્નિચર): નવું ઘર સજાવવાનું સપનું હવે મોંઘું સાબિત થશે. DesignCafe જેવી કંપનીઓ પ્લાયવુડ અને હાર્ડવેરના ભાવ વધવાને કારણે નવા ગ્રાહકો માટે 10-15% ભાવ વધારો 1 એપ્રિલથી અમલી બનાવશે.

5 / 8
Airlines (હવાઈ મુસાફરી): આકાશમાં ઉડવું હવે વધુ ખર્ચાળ બનશે. એર ઈન્ડિયા અને ઈન્ડિગો જેવી એરલાઈન્સે ફ્યુઅલ સરચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે, જેનાથી ફ્લાઈટની ટિકિટોના ભાવમાં મોટો ઉછાળો જોવા મળશે.

6 / 8
Laundry Services (કપડાં ધોવાનો ખર્ચ): રોજિંદી સેવાઓ પણ બાકાત નથી. ગેસ અને વીજળીના ભાવ વધતા લોન્ડ્રી ફર્મ્સ (Perfecto Cleaners વગેરે) એ સર્વિસ ચાર્જ વધારવાનું શરૂ કર્યું છે, જેનાથી કપડાં પ્રેસ અને ડ્રાયક્લીન કરાવવું મોંઘું થશે.

7 / 8
FMCG Products (રોજિંદી વસ્તુઓ): બ્રિટાનિયા અને રસના જેવી કંપનીઓએ સંકેત આપ્યા છે કે પ્લાસ્ટિક અને પેકેજિંગ મટીરિયલ મોંઘું થતા તેઓ ટૂંક સમયમાં બિસ્કિટ અને સોફ્ટ ડ્રિંક્સની MRP માં વધારો કરી શકે છે.

8 / 8
Restaurants & Dining (બહાર જમવું): જો તમે વીકેન્ડ પર બહાર જમવાના શોખીન હોવ તો ખિસ્સું વધુ ઢીલું કરવું પડશે. યુદ્ધના કારણે સપ્લાય ચેઈન ખોરવાતા રેસ્ટોરન્ટના મેનૂ ભાવમાં વધારો થવાની પૂરી શક્યતા છે.

Published On - 11:38 am, Sat, 21 March 26

Follow Us