સૌપ્રથમ ભારતે દુનિયાને આપી યોગવિદ્યા, 33 કોટી દેવોમાં સૌપ્રથમ આ દેવે કર્યા યોગ, દુનિયાને આપી યોગ અને ધ્યાન વિદ્યા

|

Jun 20, 2024 | 3:56 PM

21 મી જુને વિશ્વભરમાં વર્લ્ડ યોગા ડે તરીકે ઉજવવામાં આવે છે. આજથી બરાબર 9 વર્ષ પહેલા યોગ દિવસની ઉજવણીનો સૌપ્રથમ પ્રસ્તાવ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર, 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના સંબોધનમાં મૂક્યો હતો. આ પછી સંયુક્ત રાષ્ટ્રએ આ અંગે પ્રસ્તાવ લાવીને 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની જાહેરાત કરી હતી. પરંતુ આપણામાંથી ભાગ્યે જ કોઈ જાણતા હશે કે દુનિયાને યોગવિદ્યાની સૌપ્રથમ ભેટ દેવાધિધાવ મહાદેવે આપી છે.

1 / 6
આપણે 21 જુને વર્લ્ડ યોગા ડે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે આ યોગની ઉત્પતિ ક્યાંથી થઈ એ જાણવુ પણ અત્યંત જરૂરી છે. આપણામાંથી બહુ ઓછા લોકો જાણતા હશે કે દુનિયાને યોગવિદ્યાની સૌપ્રથમ ભેટ આપણા 33 કોટી દેવોના દેવ  જેને દેવાધિદેવ કહેવાય તરીકે પૂજાય છે એ મહાદેવએ આપી છે.

2 / 6
33 કોટી દેવોમાં સૌપ્રથમ યોગ મહાદેવે કર્યા હોવાનો આપણા હિંદુ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આપણે દેવાધિદેવ મહાદેવની અનેક એવી મુદ્રા જોઈ શકીશુ જેમા તેઓ ધ્યાનની મુદ્દામાં બેઠા હોય અથવા તો શિવ તાંડવ નૃત્યમાં પણ યોગાસનોની જ વિવિધ ભંગીમાં આપણે જોઈ શકીએ છીએ.

3 / 6
નટરાજની મૂર્તિમાં પણ ભગવાન શિવ યોગની મુદ્રામાં જોવા મળે છે. ડભોઈના મહંત યોગાનંદ સરસ્વતીના જણાવ્યા મુજબ હિંદુ ધર્મમાં 33 કોટી દેવોમાંથી સૌથી પહેલા જો કોઈએ યોગ કર્યા હોય તો તે મહાદેવ છે.

4 / 6
આ દેવોમાંથી સૌથી પહેલા યોગાસન કોણે કર્યા, શા માટે કર્યા અને કોને આપવા માટે કર્યા તે અંગે જાણકારી આપતા મહંત યોગાનંદ સરસ્વતીએ જણાવ્યુ કે ભગવાન શિવે સૌપ્રથમ યોગાસન અને પ્રાણાયમ કર્યા. ભગવાન શિવને યોગની તમામ સિદ્ધિઓ પ્રાપ્ત છે.

5 / 6
હિંદુ શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ ભગવાન શિવ પાસેથી આ યોગવિદ્યા ગુરુ ગોરક્ષનાથે સિદ્ધહસ્ત કરી. તેમણે નવદુર્ગા નવનાથ કર્યુ. તેમના બાદ આ યોગ વિદ્યા ઋષિમુનિઓ પાસે આવી.

6 / 6
ઋષિમુનિઓમાં આદિગુરુ શંકરાચાર્ય પાસે આ યોગવિદ્યા આવ્યા બાદ તેમણે તેમના ચાર શિષ્યોને આ વિદ્યા આપી. આ ચાર શિષ્યો પાસેથી સિદ્ધ હસ્ત સંતો પાસે આ વિદ્યા પહોંચી અને તેમણે દેશ અને દુનિયામાં તેમનો પ્રચાર પ્રસાર કર્યો.

Published On - 1:52 pm, Thu, 20 June 24

Next Photo Gallery