Breaking News: ICC નો ‘મોટો નિર્ણય’… વન-ડે World Cup 2027 નું ફોર્મેટ બદલાયું, હવે પહેલી મેચથી જ રોમાંચ ડબલ થશે

ક્રિકેટ પ્રેમીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2027 માં રમાનારો ICC મેન્સ ODI વર્લ્ડ કપ હવે તદ્દન નવા અંદાજ અને ફોર્મેટમાં જોવા મળશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ટૂર્નામેન્ટને વધુ રોમાંચક અને સ્પર્ધાત્મક બનાવવા માટે નિયમોમાં કેટલાક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ નવા ફોર્મેટમાં ટીમો માટે વર્લ્ડ કપ જીતવાનો રસ્તો પહેલા કરતાં વધુ પડકારજનક બની જશે.

| Updated on: Jul 15, 2026 | 6:21 PM
1 / 5
ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટોમાંની એક ICC મેન્સ ODI વર્લ્ડ કપ 2027 હવે નવા અંદાજમાં રમાશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC એ ટૂર્નામેન્ટના ફોર્મેટમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. નવા ફોર્મેટનો હેતુ દરેક મુકાબલાને વધુ સ્પર્ધાત્મક અને મહત્વપૂર્ણ બનાવવાનો છે, જેથી પ્રથમ મેચથી લઈને ફાઈનલ સુધી રોમાંચ જળવાઈ રહે.

2 / 5
જો કે, ટૂર્નામેન્ટમાં પહેલાની જેમ 14 ટીમ જ ભાગ લેશે પરંતુ હવે વર્લ્ડ કપનો રસ્તો પહેલા કરતા વધુ પડકારજનક હશે. ICC એ ગ્રુપ સ્ટેજ પહેલા 'સુપર સિરીઝ' નામનો નવો તબક્કો ઉમેર્યો છે, જેનાથી શરૂઆતી મુકાબલાઓનું મહત્વ ઘણું વધી જશે. નવા ફોર્મેટ હેઠળ સૌથી ઓછું રેન્કિંગ ધરાવતી ત્રણ ટીમ પહેલા સુપર સિરીઝ રાઉન્ડ રમશે. આ તબક્કામાંથી માત્ર એક જ ટીમ મુખ્ય ગ્રુપ સ્ટેજમાં પહોંચશે, જ્યારે બાકીની બે ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

3 / 5
આ પછી 12 ટીમ આગામી તબક્કામાં રમશે, જેમને 6-6 ટીમના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. બંને ગ્રુપની ટોપ-3 ટીમ આગામી રાઉન્ડમાં પહોંચશે. આ ઉપરાંત બંને ગ્રુપમાં ચોથા સ્થાન પર રહેનારી ટીમોમાંથી વધુ સારું પ્રદર્શન કરનારી એક ટીમ પણ આગળ વધશે. આ રીતે કુલ 7 ટીમ 'સુપર 7' રાઉન્ડમાં જગ્યા બનાવશે. સુપર 7 સ્ટેજમાં તમામ સાત ટીમ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં એકબીજા સામે ટકરાશે. આ સ્ટેજની ટોપ-4 ટીમ સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ત્યારબાદ વિજેતા ટીમ ફાઇનલમાં સામસામે ટકરાશે. અંતે ફાઇનલની વિજેતા ટીમ Champion જાહેર થશે.

4 / 5
એડિનબર્ગમાં મળેલી ICC બોર્ડની વાર્ષિક બેઠકમાં આ ફેરફારોને મંજૂરી આપવામાં આવી હતી. બોર્ડનું કહેવું છે કે, નવા ફોર્મેટનો ઉદ્દેશ્ય દરેક મેચને વધુ મહત્વપૂર્ણ બનાવવાનો, સ્પર્ધાનું સ્તર વધારવાનો, ખેલાડીઓ અને દર્શકોને ટૂર્નામેન્ટનો સારો અનુભવ આપવાનો અને ઉભરતી ટીમોને પણ મોટા મંચ પર પોતાની ક્ષમતા બતાવવાની તક આપવાનો છે. ICC ના જણાવ્યા અનુસાર, નવા ફોર્મેટમાં શરૂઆતી રાઉન્ડથી જ દરેક મુકાબલાની અસર આગળની દોડ પર પડશે, જેનાથી આખી ટૂર્નામેન્ટમાં રોમાંચ અને સ્પર્ધા જળવાઈ રહેશે.

5 / 5
ICC મેન્સ ODI વર્લ્ડ કપ 2027 ની શરૂઆત 4 ઓક્ટોબર 2027 થી થશે, જ્યારે ફાઇનલ મુકાબલો 27 નવેમ્બર 2027 ના રોજ રમાશે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની સંયુક્ત યજમાની સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા કરશે. જણાવી દઈએ કે, 'ઓસ્ટ્રેલિયા' ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. 2023 વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને હરાવીને વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

Published On - 6:00 pm, Wed, 15 July 26

Follow Us