ICC T20 WC Breaking News: ગંભીરનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો અને ધોની પણ પાછળ રહી ગયો, કિશને ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે પોતાનું નામ નોંધાવ્યું

પાકિસ્તાન વિરુદ્ધ ટી20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઈન્ડિયાની જીતમાં સૌથી મહત્વની ભૂમિકા વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને ભજવી હતી, જેણે 77 રનની આક્રમક ઇનિંગ રમીને કોલંબોની ધીમી પીચ પર ટીમ ઈન્ડિયાને મોટા સ્કોર તરફ લઈ જવાનું કામ કર્યું હતું.

| Updated on: Feb 16, 2026 | 1:11 PM
1 / 6
ટી20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમે 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે મુકાબલો રમી રહી હતી. ટીમ ઈન્ડિયા આ મેચ 61 રને જીતવામાં સફળ રહી હતી, જેમાં તેમણે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 175 રનનો સ્કોર બનાવ્યો હતો.

2 / 6
કોલંબોની ધીમી પિચ પર, જ્યાં પાકિસ્તાને 6 સ્પિનરનો ઉપયોગ કર્યો અને કુલ 18 ઓવર સ્પિનર પાસે નંખાવી, ત્યાં ભારતને આટલા મોટા સ્કોર સુધી પહોંચાડવામાં ઈશાન કિશને 77 રનની શાનદાર ઇનિંગ રમીને મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઈશાન કિશનને તેની આ મેચ-વિનિંગ ઇનિંગ માટે 'પ્લેયર ઓફ ધ મેચ' નો એવોર્ડ મળ્યો હતો અને આ સાથે જ તેણે એવી સિદ્ધિ હાંસલ કરી કે, જે અત્યાર સુધી કોઈ ભારતીય વિકેટકીપર કરી શક્યો નહોતો.

3 / 6
ટીમ ઈન્ડિયામાં વાપસી બાદ ઈશાન કિશનના બેટથી જબરદસ્ત ફોર્મ જોવા મળ્યું છે. પાકિસ્તાન સામેની મેચમાં જ્યારે ભારતીય ટીમે માત્ર 1 રનના સ્કોર પર અભિષેક શર્માના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે ઈશાને પોતાની જવાબદારી નિભાવીને પાકિસ્તાની બોલરોને દબાણ બનાવવાની કોઈ તક આપી નહોતી.

4 / 6
ઈશાનને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળતાની સાથે જ તે ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં 'POTM' જીતનાર પ્રથમ ભારતીય વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. આ સિવાય, આઈસીસી (ICC) ટૂર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ મેચ જીતનાર તે ચોથો ભારતીય વિકેટકીપર બન્યો છે. આની પહેલા ફારુખ એન્જિનિયર, એમએસ ધોની અને કેએલ રાહુલ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે પરંતુ તે ત્રણેયને વન-ડે વર્લ્ડ કપમાં આ એવોર્ડ મળ્યો હતો.

5 / 6
પાકિસ્તાન સામે ટી20 ઇન્ટરનેશનલમાં હવે ભારતીય ઓપનિંગ બેટ્સમેન તરીકે સૌથી વધુ વ્યક્તિગત રન બનાવવાનો રેકોર્ડ ઈશાન કિશનના નામે નોંધાઈ ગયો છે. અગાઉ આ રેકોર્ડ ટીમ ઈન્ડિયાના વર્તમાન હેડ કોચ ગૌતમ ગંભીરના નામે હતો, જેણે વર્ષ 2007ના ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં પાકિસ્તાન સામે 75 રન બનાવ્યા હતા.

6 / 6
હવે ઈશાન કિશને 77 રનની ઇનિંગ રમીને તેમના આ રેકોર્ડને પાછળ છોડી દીધો છે. આ સાથે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી તમામ ટી20 ઇન્ટરનેશનલ મેચોમાં આ ચોથો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર પણ છે.

Published On - 1:10 pm, Mon, 16 February 26

Follow Us
Loading...
Unable to load recommendations.