Breaking News : ખેડૂતોને લોટરી લાગી ! 27 માર્ચથી ‘i-Khedut’ પોર્ટલ ખુલશે: ટ્રેક્ટરથી લઈને સ્માર્ટફોન સુધીની 148 યોજનાઓનો લાભ લેવા તૈયાર થઈ જાવ!

ગુજરાત સરકારનો મોટો ધડાકો! 27 માર્ચથી i-Khedut પોર્ટલ પર 148 યોજનાઓના દ્વાર ખુલશે. ટ્રેક્ટર, મોબાઈલ કે વાડ બનાવવા માટે સરકાર આપશે સહાય. આ તક ગુમાવવા જેવી નથી,

| Updated on: Mar 25, 2026 | 7:30 PM
1 / 5
ગુજરાત સરકારના કૃષિ વિભાગે રાજ્યના ખેડૂતો અને પશુપાલકો માટે ખુશીના સમાચાર આપ્યા છે. બજેટ પાસ થયાના ગણતરીના દિવસોમાં જ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે કે આગામી 27 માર્ચ 2026થી 'i-Khedut' પોર્ટલ ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. નવા નાણાકીય વર્ષની શરૂઆતથી જ ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી આ પોર્ટલ એક મહિના માટે એટલે કે 26 એપ્રિલ સુધી કાર્યરત રહેશે.

2 / 5
આ વખતે પોર્ટલ પર કુલ 148 વિવિધ સહાયલક્ષી ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ખેતીવાડી વિભાગની 42, બાગાયત વિભાગની 94 અને પશુપાલન વિભાગની 12 યોજનાઓ સામેલ છે. ખેડૂતો હવે ઘરે બેઠા અથવા ગ્રામ પંચાયત દ્વારા ટ્રેક્ટર, પાવર ટીલર, રોટાવેટર અને આધુનિક ખેતી માટે સ્માર્ટફોન જેવી ચીજો પર સબસિડી મેળવી શકશે.

3 / 5
માત્ર ખેતીના સાધનો જ નહીં, પરંતુ ખેતરની સુરક્ષા માટે કાંટાળી તારની વાડ, પાક સંગ્રહ માટે ગોડાઉન, સોલાર પાવર યુનિટ અને પંપ સેટ માટે પણ સહાય મળશે. આ ઉપરાંત ડ્રેગન ફ્રૂટ (કમલમ) અને પામ ઓઈલ જેવા વિદેશી ફળોના વાવેતર માટે તેમજ ગ્રીન હાઉસ અને કોલ્ડ સ્ટોરેજ માટે સરકાર મસમોટી આર્થિક મદદ કરવા જઈ રહી છે.

4 / 5
ખેડૂતોની સાથે પશુપાલકો માટે પણ આ પોર્ટલ આશીર્વાદરૂપ સાબિત થશે. દૂધાળા પશુઓ માટે ડેરી ફાર્મ બનાવવા, પશુઓ માટેના શેડના નિર્માણ, મરઘા પાલન અને બકરા એકમ સ્થાપવા માટે પણ ઓનલાઈન અરજી કરી શકાશે. ખાસ વાત એ છે કે આ વખતે અરજીઓની ચકાસણી ઝડપથી થશે અને 'પહેલા તે પહેલા'ના ધોરણે સહાયની રકમ સીધી ખાતામાં જમા કરવામાં આવશે.

5 / 5
કૃષિ મંત્રીએ અપીલ કરી છે કે ખેડૂતો છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલી તકે ડોક્યુમેન્ટ્સ સાથે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી લે. આધાર કાર્ડ ઓથેન્ટિકેશન દ્વારા પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે. જો તમે પણ ખેતીમાં આધુનિકતા લાવવા માંગતા હોવ અથવા પશુપાલન દ્વારા આવક બમણી કરવા માંગતા હોવ, તો 27 માર્ચથી અરજી કરવાનું ચૂકતા નહીં.

Follow Us