
દરેક વ્યક્તિનું સપનું હોય છે કે પોતાનું એક ઘર હોય. આ સપનાને પૂરું કરવા માટે મોટાભાગના લોકો હોમ લોન લે છે. લોન મંજૂર થતાં જ લાગે છે કે મોટી મુશ્કેલી પૂરી થઈ ગઈ, પરંતુ હકીકતમાં જવાબદારી અહીંથી શરૂ થાય છે. ઘણા લોકો લોન લે છે, પરંતુ તેને સુરક્ષિત કરવાની બાબતને અવગણે છે. (Image Credit Source: Social Media)

ઘણી વખત લોકો ‘હોમ લોન’ અને ‘હોમ લોન ઇન્સ્યોરન્સ’ને એક જ વસ્તુ સમજી લે છે, જ્યારે બંને વચ્ચે મહત્વપૂર્ણ તફાવત છે. હોમ લોન એ બેંક પાસેથી લેવાયેલ ધિરાણ છે, જ્યારે હોમ લોન ઇન્સ્યોરન્સ એ એવી સુરક્ષા પોલિસી છે જે અણધાર્યા સંજોગોમાં બાકી લોનનો બોજ પરિવાર પર ન પડે તેની ખાતરી આપે છે. (Image Credit Source: Social Media)

નાણાકીય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હોમ લોન ઇન્સ્યોરન્સનો સૌથી મોટો ફાયદો એ છે કે જો લોનધારક સાથે કોઈ દુર્ઘટના થાય તો વીમા કંપની સીધું બેંકનું બાકી લેણું ચૂકવી દે છે. આથી પરિવારને ઘર ગુમાવવાનો અથવા EMI ભરવાનો ભાર સહન કરવો પડતો નથી. (Image Credit Source: Social Media)

આ પોલિસી સામાન્ય રીતે લોન લેતી વખતે બેંક દ્વારા પણ ઓફર કરવામાં આવે છે, અને તેનું પ્રીમિયમ લોનમાં જ જોડાઈ શકે છે, જેના કારણે EMI થોડી વધે છે. ગ્રાહક ઇચ્છે તો બહારથી પણ અલગ વીમા કંપની પાસેથી પોલિસી લઈ શકે છે. (Image Credit Source: Social Media)

હોમ લોન ઇન્સ્યોરન્સના મુખ્ય બે પ્રકાર છે. પ્રથમ, 'રિડ્યુસિંગ કવર', જેમાં લોન ઘટે તેમ વીમા કવર પણ ઘટે છે અને પ્રીમિયમ ઓછું પડે છે. બીજું, 'લેવલ કવર', જેમાં આખી લોન અવધિ દરમિયાન કવર રકમ સ્થિર રહે છે અને ગંભીર પરિસ્થિતિમાં પરિવારને વધુ સુરક્ષા મળે છે. (Image Credit Source: Social Media)

નિષ્ણાતો માને છે કે હોમ લોન ઇન્સ્યોરન્સ ન લેવું જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે મુખ્ય કમાવનાર વ્યક્તિના અચાનક નિધન કે અસમર્થતા સમયે પરિવાર પર મોટો નાણાકીય ભાર આવી શકે છે. આવી સ્થિતિમાં બેંક લોનની રકમ વસૂલવા માટે પ્રોપર્ટી સુધી કાર્યવાહી કરી શકે છે. (Image Credit Source: Social Media)

ભારતીય રિઝર્વ બેંકના નિયમો અનુસાર, કોઈ પણ બેંક ગ્રાહકને વીમો લેવાનો દબાણ કરી શકતી નથી. વીમો લેવાનો નિર્ણય સંપૂર્ણપણે ગ્રાહકની પસંદગી પર આધારિત છે. (Image Credit Source: Social Media)

નાણાકીય નિષ્ણાતો વધુમાં સલાહ આપે છે કે લાંબા ગાળાની સુરક્ષા માટે માત્ર હોમ લોન ઇન્સ્યોરન્સ નહીં, પરંતુ ટર્મ ઇન્શ્યોરન્સ પણ વધુ ઉપયોગી સાબિત થઈ શકે છે, કારણ કે તે પરિવારને વિશાળ નાણાકીય સુરક્ષા આપે છે. (Image Credit Source: Social Media)

આ રીતે, હોમ લોન ઇન્સ્યોરન્સ એક વિકલ્પરૂપ સુરક્ષા સાધન છે, પરંતુ તેને લેવાનો નિર્ણય વ્યક્તિની નાણાકીય સ્થિતિ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ કરવો જોઈએ. (Image Credit Source: Social Media)