ICC T20 WC Breaking News : શું રોહિત શર્માના ગઢમાં ‘બટલર’ રચશે ઈતિહાસ ? 5 મેચમાં ફ્લોપ રહેલો આ બેટ્સમેન ભારત સામે મચાવી શકે છે ‘તાંડવ’

T20 વર્લ્ડ કપ 2026 માં હવે નોકઆઉટ તબક્કો શરૂ થશે, જ્યાં હારનાર ટીમની સફર સમાપ્ત થઈ જશે અને જીતનારી ટીમ ફાઈનલની ટિકિટ મેળવી લેશે. એવામાં 'જોસ બટલર' ટીમ ઈન્ડિયા માટે માથાનો દુખાવો બની શકે છે.

| Updated on: Mar 02, 2026 | 6:20 PM
1 / 9
પ્રથમ સેમીફાઈનલ 4 માર્ચના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે, જ્યારે બીજી સેમીફાઈનલમાં 5 માર્ચના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાની ટક્કર ઈંગ્લેન્ડ સામે થશે.

2 / 9
ટીમ ઈન્ડિયા જ્યારે ઈંગ્લેન્ડ સામે મેદાનમાં ઉતરશે, ત્યારે તેનું લક્ષ્ય સતત બીજી વખત ખિતાબી મુકાબલામાં પ્રવેશવાનું હશે. આ મેચમાં આમ તો બંને ટીમ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે પરંતુ કેટલાક ખેલાડીઓ એવા છે કે, જેમના પર સૌની ખાસ નજર રહેશે.

3 / 9
એવામાં ઈંગ્લેન્ડનો પૂર્વ કેપ્ટન જોસ બટલર ભારતીય બોલરો માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. જોસ બટલર ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટના ખતરનાક બેટ્સમેનોમાંનો એક છે.

4 / 9
બટલરે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન T20I ક્રિકેટમાં 4000 રન પૂરા કર્યા અને આવું કરનાર તે વિશ્વનો માત્ર ચોથો બેટ્સમેન બન્યો છે. હવે બટલર વધુ એક મોટું કારનામું કરવાની ખૂબ જ નજીક છે.

5 / 9
ખાસ વાત એ છે કે, બટલર T20 વર્લ્ડ કપ 2026માં અત્યાર સુધી કોઈ મોટી ઇનિંગ રમી શક્યો નથી અને છેલ્લી 5 ઇનિંગ્સમાં તે માત્ર સિંગલ ડિજિટ સ્કોર જ બનાવી શક્યો છે.

6 / 9
જો સેમીફાઈનલમાં બટલરનું બેટ ચાલશે, તો તે T20 વર્લ્ડ કપમાં 50 છગ્ગા ફટકારવાનું કારનામું કરી શકે છે. અત્યાર સુધી માત્ર 2 જ બેટ્સમેન આ ખાસ મુકામ હાંસલ કરી શક્યા છે, જેમાં પ્રથમ સ્થાને ક્રિસ ગેલ અને બીજા ક્રમે ભારતનો રોહિત શર્મા છે.

7 / 9
બટલરે T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી 44 છગ્ગા ફટકાર્યા છે. માત્ર 7 છગ્ગા ફટકારતાની સાથે જ બટલર ન માત્ર 50 છગ્ગાનો આંકડો પાર કરી લેશે અને રોહિત શર્માને પણ પાછળ છોડી દેશે.

8 / 9
T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં વેસ્ટ ઈન્ડિઝનો 'યુનિવર્સ બોસ' ક્રિસ ગેલ 63 છગ્ગા સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્મા 50 છગ્ગા સાથે બીજા ક્રમે બિરાજમાન છે.

9 / 9
આ યાદીમાં ઇંગ્લેન્ડનો જોસ બટલર 44 છગ્ગા સાથે ત્રીજા સ્થાને છે, ત્યારબાદ ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર 40 છગ્ગા અને અફઘાનિસ્તાનનો યુવા સ્ટાર રહેમાનુલ્લાહ ગુરબાઝ 36 છગ્ગા સાથે આ ખાસ ક્લબમાં જોડાયેલા છે.

Published On - 6:20 pm, Mon, 2 March 26