Summer Vacation in Himachal: હિમાચલની આ અજાણી જગ્યા બનાવશે તમારી ટ્રીપને યાદગાર

હિમાચલમાં આવેલી પરાશર લેક એક એવી છુપાયેલી જગ્યા છે, જ્યાં હરિયાળા મેદાનો, બરફીલા પહાડો અને શાંતિભર્યો માહોલ સમર વેકેશન માટે અનોખો અને યાદગાર અનુભવ આપે છે.

| Edited By: | Updated on: Mar 26, 2026 | 2:02 PM
1 / 8
ગરમી શરૂ થતાં જ દરેકને ઠંડકભરી અને શાંતિપૂર્ણ જગ્યાઓ પર જવાની ઈચ્છા થાય છે. શહેરની ભાગદોડથી દૂર, જયાં માત્ર પહાડોની શાંતિ, ઠંડી અને કુદરતી સૌંદર્ય હોય. આવી જગ્યાઓ ટ્રાવેલ લવર્સ માટે ખાસ હોય છે. હિમાચલ પ્રદેશમાં એવા ઘણા જાણીતા હિલ સ્ટેશનો છે, પરંતુ અહીં કેટલીક છુપાયેલી જગ્યાઓ પણ છે, જે હજુ સુધી ભીડથી દૂર છે. એવી જ એક અનોખી અને સુંદર જગ્યા છે મંડી જિલ્લામાં આવેલી પરાશર લેક.

2 / 8
પરાશર લેક આસપાસના હરિયાળા મેદાનો અને બરફથી ઢંકાયેલા પહાડો વચ્ચે વસેલું છે. અહીં પહોંચતા જ એવું લાગે કે તમે કોઈ પોસ્ટકાર્ડ જેવી સુંદર જગ્યાએ આવી ગયા હોવ. આ લેકની સૌથી ખાસ વાત એ છે કે તેની વચ્ચે એક નાનું તરતું દ્વીપ છે, જે સમય અને હવામાન પ્રમાણે પોતાની જગ્યામાં ફેરફાર કરતું રહે છે. આ દ્રશ્ય પ્રવાસીઓને આશ્ચર્યચકિત કરી દે છે.

3 / 8
પરાશર લેક સુધી પહોંચવાનો સફર પણ એટલો જ રોમાંચક છે. ટ્રેકીંગના શોખીન લોકો માટે આ સ્થળ સ્વર્ગ સમાન છે. ઘન જંગલો, હરિયાળા મેદાનો અને પહાડી રસ્તાઓમાંથી પસાર થતો આ ટ્રેક દરેક પગલે નવી સુંદરતા દર્શાવે છે. આશરે 9 કિલોમીટરનો આ ટ્રેક શરૂઆત કરનાર અને મધ્યમ લેવલના ટ્રેકર્સ માટે યોગ્ય છે, જેને પૂર્ણ કરવા માટે 4 થી 5 કલાકનો સમય લાગે છે.

4 / 8
લેકના કિનારે બેસીને ઠંડી હવામાં સમય પસાર કરવો એક અનોખો અનુભવ છે. અહીંયા શાંત માહોલ અને કુદરતી સૌંદર્ય મનને સંપૂર્ણ રીતે શાંત કરી દે છે. લેકના પાણીના બદલાતા રંગો અને આસપાસના પહાડોના દ્રશ્યો દિલને સ્પર્શી જાય છે.

5 / 8
લેકની બાજુમાં આવેલ પરાશર ઋષિનું પ્રાચીન મંદિર આ જગ્યાને આધ્યાત્મિક મહત્વ પણ આપે છે. આ મંદિરની લાકડાની અનોખી બનાવટ અને આસપાસનું શાંતિપૂર્ણ વાતાવરણ પ્રવાસીઓને ખાસ અનુભવ કરાવે છે.

6 / 8
જો તમને ફોટોગ્રાફી અથવા વીડિયોગ્રાફીનો શોખ હોય, તો પરાશર લેક તમારા માટે પરફેક્ટ સ્થળ છે. અહી દરેક એંગલથી સુંદર ફોટોસ મળી શકે છે, ખાસ કરીને સનરાઇઝ અને સનસેટ સમયે દ્રશ્યો અદ્ભુત લાગે છે.

7 / 8
દિલ્હીથી પરાશર લેક પહોંચવું સરળ અને રોમાંચક છે. રોડ ટ્રિપ સૌથી લોકપ્રિય વિકલ્પ છે, જેમાં તમે દિલ્હી થી ચંડીગઢ અને બિલાસપુર થઈને મંડિ સુધી પહોંચી શકો છો. આ સફર લગભગ 12થી 14 કલાકમાં પૂર્ણ થાય છે.   મંડિ પહોંચ્યા પછી બગ્ગી ગામ સુધી જવું પડે છે, જ્યાંથી લેક સુધીનો ટ્રેક શરૂ થાય છે. ઉપરાંત, તમે દિલ્હીથી વોલ્વો બસ દ્વારા ચંડીગઢ અથવા ઊના સુધી જઈ શકો છો અને ત્યાંથી આગળ બસ અથવા ટેક્સી લઈ શકો છો. ફ્લાઇટ દ્વારા કુલ્લુ (ભુન્તર એરપોર્ટ) પહોંચીને ત્યાંથી મંડી સુધી લગભગ 60 કિમીનો રસ્તો છે.

8 / 8
જો તમે આ સમરમાં કોઈ શાંત, સુંદર અને ઓછા ભીડવાળી જગ્યાએ જવાનું વિચારી રહ્યા છો, તો પરાશર લેક એક પરફેક્ટ વિકલ્પ છે. કુદરત, શાંતિ અને એડવેન્ચર ત્રણેયનો અનોખો અનુભવ અહીં એક સાથે મળે છે.  (All Image Credit- Social Media)

Follow Us