કચ્છમાં ભારે વરસાદ સાથે સંભવિત વાવાઝોડાની આગાહી, CM ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા, જુઓ Photos
ગુજરાતને વરસાદ અને પૂરમાંથી રાહત મળે તેવી આશા લોકો રાખી રહ્યા છે. ગુરુવારે સવારે 6 થી સાંજના 4 વાગ્યા સુધીના 10 કલાકમાં 191 તાલુકાઓમાં 1 મીમી થી 279 મીમી સુધીનો વરસાદ નોંધાયો હતો. 24 કલાકની અંદર 1,785 લોકોને પૂરમાંથી બચાવી લેવામાં આવ્યા હતા અને 13,183 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હવે કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે CM ભૂપેન્દ્ર પટેલ વડોદરાથી સીધા ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા છે.