
તુલસીના પાનનો રસ ફેફસાની શક્તિમાં વધારો કરી શકે છે. તે કફ, શરદી અને અસ્થમા જેવી ફેફસાની સમસ્યાઓથી રાહત આપે છે. તેના એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણોને કારણે તે શ્વસન માર્ગને સાફ રાખે છે.

તુલસીના સેવનથી હાઈ બ્લડ શુગર ઘટાડી શકાય છે. તેના ઉપયોગથી શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધે છે. ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે આ મહત્વપૂર્ણ છે.

તુલસીના પાનનો અર્ક સાંધાના દુખાવા અને સોજાને ઓછો કરવામાં મદદરૂપ છે. તેમાં હાજર બળતરા વિરોધી ગુણો સંધિવા અને સાંધા સંબંધિત અન્ય સમસ્યાઓથી રાહત આપે છે. તુલસીનું સેવન હૃદયને પણ સ્વસ્થ રાખે છે. તે નસોમાંથી ગંદા કોલેસ્ટ્રોલને દૂર કરીને હૃદયને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.

તુલસીનો ઉપયોગ ત્વચા પર પેસ્ટ લગાવીને પણ કરવામાં આવે છે. જે લોકોને ખીલ, એલર્જી, ફોલ્લીઓ અને ડાઘની સમસ્યા હોય તેમણે તેની મદદ લેવી જોઈએ. આ લોહીને શુદ્ધ કરે છે અને તમામ ઝેર દૂર કરે છે.

તમે તુલસીના પાનમાંથી ચા અને ઉકાળો બનાવીને પી શકો છો. તમે તેના પાંદડાનો રસ કાઢીને તેનું સેવન કરી શકો છો. બજારમાં તુલસીનું તેલ મળે છે જેને દુખાવા પર લગાવી શકાય છે. તમે તેને ફેસ પેક અથવા પેસ્ટ બનાવીને પણ લગાવી શકો છો. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ માંતે નિષ્ણાતોની સલાહ લેવી)
Published On - 8:39 pm, Sat, 24 August 24