
ઘણા લોકોને એ જાણીને નવાઈ લાગશે કે પીરિયડ્સ દરમિયાન પણ પ્રેગ્નનેટ થવું શક્ય છે. સામાન્ય રીતે આ સમય યોગ્ય સમય નથી હોતો, પરંતુ અસુરક્ષિત શારિરીક સંબંધ દરમિયાન પ્રેગ્નનેટ થવાની શક્યતા રહે છે. પ્રેગ્નન્સી સંબંધિત ઘણી ગેરમાન્યતાઓ છે, જેમ કે પહેલી વાર શારીરિક સંબંધ બાંધતી વખતે પ્રેગ્નન્સી રહેતી નથી. તેમ જ બ્રેસ્ટફીડિંગ કરાવતી વખતે પ્રેગ્નન્સી શક્ય નથી.

પીરિયડ્સ દરમિયાન પ્રેગ્નન્સીની સંભાવનાને નકારી શક્ય નહી, પીરિયડ્સ દરમિયાન પ્રેગ્નનેટ થવાની શક્યતા ઓછી રહે છે, તેમ છતાં આ શક્ય છે. તો ચાલો આજે આપણે આવું કેમ થાય છે અને આનાથી બચવા માટે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે વિસ્તારથી જાણીએ.

મહિલાઓમાં સૌથી સારો ફર્ટાઈલ સમય ત્યારે હોય છે. જ્યારે તે ઓવ્યુલેટ કરે છે, એટલે કે, એગ રિલીઝ કરે છે.તે સામાન્ય રીતે પીરિયડ્સ વચ્ચે થાય છે. 28 દિવસના ચક્રમાં 14 દિવસ ઓવ્યુલેશનનો હોય છે. જો આ દરમિયાન અસુરક્ષિત શારીરિક સંબંધ બાંધવામાં આવે છે તો પ્રેગ્નન્સીની શક્યતા ખુબ વધી જાય છે,

પરંતુ દરેક મહિલાની પીરિયડ્સ સાઈકલ એક સરખી હોતી નથી. કેટલીક મહિલાની સાઈકલમાં ઉતાર-ચઢાવ હોય છે. આ કારણ છે કે, પીરિયડ્સ દરમિયાન પ્રેગ્નન્સીની સંભાવના વધી શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમારી નાની પીરિયડ્સ સાઈકલમાં તમારું ઓવ્યુલેશન જલ્દી થઈ જાય છે.

જે મહિલાઓની પીરિયડ્સ સાઈકલ 28 દિવસથી ઓછી હોય છે. તેના માટે પીરિયડ્સ અને ઓવ્યુલેશન વચ્ચે અંતર ઓછું થઈ જાય છે. આ સ્થિતિમાં જો તમે પીરિયડ્સના છેલ્લા દિવસે અસુરક્ષિત શારીરિક સંબંધ બાંધો છો તો થોડા દિવસમાં ઓવ્યુલેટ કરે છે. તો પ્રેગ્નન્સી રહી શકે છે.

જો તમને લાંબા સમય સુધી પીરિયડ્સ હોય, તો તમે ઓવ્યુલેશનની નજીક શારીરિક સંબંધ બાંધવાની શક્યતા વધુ રહે છે. જો તમારી સાઈકલ 7-10 દિવસ ચાલે છે, તો શુક્રાણુ ઓવ્યુલેશન સુધી ટકી શકે છે અને પ્રેગ્નન્સી રહી શકે છે.

કેટલાક અભ્યાસો સૂચવે છે કે ફક્ત 30% સ્ત્રીઓ તેમની પીરિયડ્સ સાઈકલમાં 10મા અને 17મા દિવસની વચ્ચે ઓવ્યુલેશન કરે છે. ઓવ્યુલેશનનો સમય દરેક મહિલામાં બદલાઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમે પીરિયડ્સ દરમિયાન અસુરક્ષિત શારીરિક સંબંધ બાંધો છો અને વહેલા ઓવ્યુલેશન કરો છો, તો પ્રેગ્નન્સી શક્ય બની શકે છે.

જો તમે પ્રેગ્નન્સીથી બચવા માંગો છો તો માત્ર પીરિયડ્સ દરમિયાન શારીરિક સંબંધ ન બાંધો, જો તમે પ્રેગ્નન્સી નથી ઈચ્છતા તો કોન્ડમ, ગર્ભનિરોધક ગોળીઓનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. જો તમારે પીરિયડ્સ સાઈકલ કે ગર્ભનિરોધક વિશે કોઈ સવાલ છે તો ડોક્ટરનો સંપર્ક કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
Published On - 7:10 am, Sat, 13 September 25