
સીએમ યોગીએ પોતાના સંબોધનમાં વિપક્ષ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કેટલાક લોકોએ ભગવાન શ્રી રામને નકાર્યા છે. અસ્તિત્વ પર પ્રશ્નો ઉભા કર્યાં. હવે આ લોકો સનાતનના અસ્તિત્વ પર સવાલો ઉઠાવી રહ્યા છે.

દીપોત્સવ એ અયોધ્યાની ભેટ છે, દીપોત્સવ પહેલા ક્યાં ઉજવાતો હતો? દીપોત્સવ સમારોહ પહેલા અયોધ્યા પહોંચેલા સીએમ યોગી અને અન્ય નેતાઓએ ભગવાન રામના રથને રામ દરબાર સ્થળ સુધી ખેંચી લીધો હતો. આ પછી સીએમ યોગીએ તેમની આરતી ઉતારી હતી.