GPT હેલ્થકેરના IPO નું 15 ટકાના પ્રીમિયમ પર થયું શેરબજારમાં લિસ્ટિંગ, જાણો રોકાણકારોએ હવે શું કરવું

|

Feb 29, 2024 | 1:47 PM

GPT હેલ્થકેર લિમિટેડ પૂર્વ ભારતમાં હોસ્પિટલ ચેઈન ચલાવે છે. NSE અને BSE પર IPO નું લિસ્ટિંગ અનુક્રમે 215 અને 216.5 રૂપિયા પર થયું છે. આઈપીઓમાં પ્રાઈસ બેન્ડ 186 રૂપિયા હતો જે શેર દીઠ 15 ટકા પ્રીમિયમ પર છે.

1 / 5
GPT હેલ્થકેર લિમિટેડ પૂર્વ ભારતમાં હોસ્પિટલ ચેઈન ચલાવે છે. NSE અને BSE પર IPO નું લિસ્ટિંગ અનુક્રમે 215 અને 216.5 રૂપિયા પર થયું છે. આઈપીઓમાં પ્રાઈસ બેન્ડ 186 રૂપિયા હતો જે શેર દીઠ 15 ટકા પ્રીમિયમ પર છે. રોકાણકારોએ આ હવે શું કરવું જોઈએ?

2 / 5
સ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટ લિમિટેડના હેડ શિવાની ન્યાતિના જણાવ્યા અનુસાર, GPT હેલ્થકેર લિમિટેડ પૂર્વ ભારતમાં મોટી હોસ્પિટલ ચેઈન ચલાવે છે. હોસ્પિટલમાં જુદા-જુદા 35 રોગોની સારવાર કરવામાં આવે છે. કંપની હાલમાં દેશના એવા ભાગમાં કાર્યરત છે જ્યાં દેશના અન્ય ભાગો કરતાં હેલ્થકેર ઉદ્યોગ ઓછો વિકસિત છે.

3 / 5
આ ઉપરાંત, તેમણે કહ્યું કે કંપની અન્ય હોસ્પિટલો તરફથી સ્પર્ધા અને ઓછા ઓક્યુપન્સી રેટ જેવા પડકારોનો સામનો કરી રહી છે. તેથી જે પણ રોકાણકારોને IPO માં શેર મળ્યા છે તેઓએ 190 રૂપિયાના સ્ટોપલોસ સાથે શેર હોલ્ડ કરવો જોઈએ. આ સ્ટોક મધ્યમથી લાંબા ગાળા માટે રાખવો જોઈએ.

4 / 5
GPT હેલ્થકેરનો IPO 22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી વચ્ચે સામાન્ય રોકાણકારો માટે ખુલ્યો હતો. તેમાં પ્રાઇસ બેન્ડ 177 થી 186 રૂપિયા હતો. આ આઈપીઓ 40 કરોડ રૂપિયાનો ફ્રેશ ઈશ્યુ હતો. 485 કરોડ રૂપિયાનું ઓફર ફોર સેલ કરવામાં આવ્યું હતું.

5 / 5
કંપની પૂર્વ ભારતમાં હોસ્પિટલ ચેઈન ચલાવે છે. કંપની પાસે 561 બેડની કુલ ક્ષમતા ધરાવતી 4 હોસ્પિટલ છે. કંપનીની શરૂઆત વર્ષ 2000 માં દ્વારિકા પ્રસાદ ટાંટિયા, ડો. ઓમ ટાંટિયા અને ગોપાલ ટાંટિયા દ્વારા કોલકાતાના સોલ્ટ લેક વિસ્તારમાં 8 બેડની હોસ્પિટલ સાથે કરવામાં આવી હતી. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

Next Photo Gallery