
બેંક ઓફ બરોડા ફિક્સ્ડ ડિપોઝિટ પર મિનિમમ 4.25 ટકા અને મહત્તમ 7.25 ટકા વ્યાજ આપે છે. બેંક 2 થી 3 વર્ષની FD પર મહત્તમ 7.25 ટકા વ્યાજ ઓફર કરે છે. 399 દિવસની FD પર 7.15 ટકા વ્યાજ આપી રહી છે. બેંક 360 દિવસની FD પર 7.10 ટકા અને 1 થી 2 વર્ષની FD પર 6.85 ટકા વ્યાજ આપે છે.

SBI બેંક મિનિમમ 3.5 ટકા અને મહત્તમ 7 ટકા વ્યાજ આપી રહી છે. બેંક વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધારાનું વ્યાજ આપી રહી છે. 2 વર્ષથી 3 વર્ષની વચ્ચેની ફિક્સ્ડ ડિપોઝિટ પર મહત્તમ 7 ટકા વ્યાજ આપે છે. બેંક 3 થી 5 વર્ષની FD પર 6.75 ટકા વ્યાજ આપે છે. 5 થી 10 વર્ષની FD પર 6.5 ટકા વ્યાજ આપી રહી છે, જ્યારે 1 થી 2 વર્ષ વચ્ચેની ફિક્સ્ડ ડિપોઝિટ પર વાર્ષિક 6.8 ટકા વ્યાજ આપે છે.

કોટક મહિન્દ્રા બેંક FD પર મિનિમમ 4 ટકા અને મહત્તમ 7.25 ટકા વ્યાજ આપી રહી છે. બેંક 365 દિવસથી 2 વર્ષ સુધીની ફિક્સ્ડ ડિપોઝિટ પર મહત્તમ 7.25 ટકા વ્યાજ આપી રહી છે. 180 દિવસની FD પર 7 ટકા વ્યાજ આપે છે. આ ઉપરાંત 2 થી 3 વર્ષની વચ્ચે ફિક્સ્ડ ડિપોઝિટ પર 7 ટકા વ્યાજ આપી રહી છે. 3 થી 4 વર્ષની વચ્ચે FD પર 6.5 ટકા વ્યાજ ઓફર કરી રહી છે અને 4 થી 7 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.25 ટકા વ્યાજ આપી રહી છે.