Gold-Silver, Bitcoin કે Stock Market? શોર્ટ ટર્મ રિટર્નની રેસમાં કોણ રહ્યું સૌથી આગળ?

સોનું-ચાંદી, બિટકોઈન કે પછી શેરબજાર? ટૂંકાગાળામાં રોકાણકારોને સૌથી વધુ કમાણી કોણે કરાવી હશે? છેલ્લા કેટલાક મહિનાઓની ભારે ઉથલપાથલ વચ્ચે એક એસેટ ક્લાસે બાકી બધાને પાછળ છોડી દીધા છે, જ્યારે અમુકમાં મોટો કડાકો જોવા મળ્યો છે.

| Updated on: Nov 25, 2026 | 2:59 PM
1 / 8
શેરબજાર, સોનું, ચાંદી કે ક્રિપ્ટો? રોકાણ માટે કોણે આપ્યું સૌથી વધુ વળતર? તેનો જવાબ રોકાણના સમયગાળા પર આધાર રાખે છે. ટૂંકાગાળામાં સેન્સેક્સ અને નિફ્ટીએ અન્ય એસેટ ક્લાસને પાછળ છોડી દીધા પરંતુ ત્રણ વર્ષના પ્રદર્શનમાં ચાંદી સૌથી આગળ નીકળી ગઈ. સોનાએ પણ શાનદાર વળતર આપ્યું, જ્યારે બિટકોઈનનું પ્રદર્શન નબળું રહ્યું. જો કે, ઈથેરિયમ આ સરખામણીમાં સૌથી પાછળ રહ્યું.

2 / 8
રોકાણની દુનિયામાં છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણી વધઘટ જોવા મળી છે. સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો આવ્યો, તો ક્રિપ્ટોકરન્સી પણ દબાણ હેઠળ રહી. બીજી તરફ, શેરબજારે ટૂંકાગાળામાં સારું પ્રદર્શન કર્યું. આવા સંજોગોમાં એ સમજવું જરૂરી છે કે, અલગ-અલગ રોકાણ વિકલ્પોએ 1 મહિના, 3 મહિના, 6 મહિના અને 3 વર્ષના સમયગાળામાં કેવું વળતર આપ્યું?

3 / 8
1 મહિના, 3 મહિના અને 6 મહિનાના સમયગાળામાં Sensex-Nifty એ અન્ય રોકાણ વિકલ્પોની સરખામણીએ વધુ સારું પ્રદર્શન કર્યું. આ બંને મુખ્ય ઈક્વિટી બેન્ચમાર્કે જ્યાં પોઝિટિવ વળતર આપ્યું, ત્યાં આ દરમિયાન ક્રિપ્ટોકરન્સી અને કિંમતી ધાતુઓમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો.

4 / 8
આનો અર્થ એ છે કે, તાજેતરના સમયગાળામાં શેરબજારે રોકાણકારોને અપેક્ષા મુજબ વધુ સારું વળતર આપ્યું. જો કે, લાંબાગાળાની સ્થિતિ કંઈક અલગ જોવા મળે છે.

5 / 8
ત્રણ વર્ષના પ્રદર્શન પર નજર કરીએ તો, ચાંદી આ સરખામણીમાં સૌથી આગળ રહી. ચાંદીએ 28.10 ટકા વાર્ષિક સરેરાશ વળતર (CAGR) આપ્યું. સોનું 26.72 ટકા વળતર સાથે બીજા સ્થાને રહ્યું, જ્યારે બિટકોઈને 25.05 ટકા વાર્ષિક સરેરાશ વળતર આપ્યું.

6 / 8
આની સામે નિફ્ટીનું ત્રણ વર્ષનું CAGR 8.58 ટકા અને સેન્સેક્સનું 7.68 ટકા રહ્યું. ઈથેરિયમનું પ્રદર્શન સૌથી નબળું રહ્યું. તેણે 3 વર્ષમાં માત્ર 0.18 ટકા વાર્ષિક સરેરાશ વળતર આપ્યું. વળતરની સરખામણી સમજવાની એક અન્ય રીત મન્થલી SIP છે. માની લો કે, કોઈ રોકાણકારે ત્રણ વર્ષ પહેલાં દર મહિને ₹10,000નું રોકાણ શરૂ કર્યું હોત, તો આ સમયગાળામાં તેનું કુલ રોકાણ ₹3.60 લાખ થયું હોત.

7 / 8
ત્રણ વર્ષના આંકડા મુજબ, ચાંદીમાં ₹10,000ની માસિક SIPની વેલ્યૂ વધીને લગભગ ₹5.29 લાખ થઈ ગઈ. સોનામાં આ જ રકમ આશરે ₹5.19 લાખ અને બિટકોઈનમાં લગભગ ₹5.08 લાખ થઈ ગઈ. બીજી તરફ, નિફ્ટીમાં રોકાણની વેલ્યૂ લગભગ ₹4.07 લાખ અને સેન્સેક્સમાં આશરે ₹4.02 લાખ રહી. ઈથેરિયમમાં ₹10,000ની માસિક SIPની વેલ્યૂ લગભગ ₹3.61 લાખ સુધી પહોંચી.

8 / 8
આ આંકડા પરથી સ્પષ્ટ છે કે, ત્રણ વર્ષના સમયગાળામાં ચાંદીની SIP સૌથી વધુ ફાયદામાં રહી. સોનું અને બિટકોઈન પણ શેર બજારના મુખ્ય ઈન્ડેક્સથી આગળ રહ્યા. જો કે, ઈથેરિયમમાં રોકાણ કરનાર રોકાણકારોને આ સમયગાળામાં સૌથી ઓછો ફાયદો મળ્યો.

Follow Us
Loading...
Unable to load recommendations.