
આજની તારીખ 13 ઓક્ટોબર 2026 ના રોજ ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,49,340 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,36,900 અને 1,12,010 છે. (Image Source | Groww)

છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી વધારે ભાવ 10 અને 11 ઓક્ટોબરના રોજ નોંધાયો છે. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,51,470 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,38,850 અને 1,13,600 છે. (Image Source | Groww)

ગુજરાતમાં, છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો 06 ઓક્ટોબરના રોજ હતો. જે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,49,070 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,36,650 અને 1,11,800 છે. (Image Source | Groww)

અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ભાવનગર, ભુજ, દાહોદ, ગાંધીધામ, ગાંધીનગર અને ગોધરા જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે (13 ઓક્ટોબર) 22 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવ એકસમાન ₹1,36,900 છે. (Image Source | Groww)

આજે 24K સોનાના ભાવ ₹1,49,340 છે. જે 13 સપ્ટેમ્બર 2026 ના રોજનો ભાવ ₹1,54,630 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹5,290 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

ગુજરાતમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,49,340.00 અને 3% GST (₹4,480.20) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,74,762.80 થી ₹1,88,368.40 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,50,086.70 થી ₹1,50,833.40 માં છે. (Image Source | Groww)

નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | AI Generated)