Breaking News : ચાંદીના શોખીનો તૈયાર થઈ જાઓ.. ફરી એકવાર આવશે તૂફાની તેજી! હાલ સસ્તા ભાવે ચાંદી ખરીદી રહ્યા છે રોકાણકારો, જાણો કારણ

હાલ ચાંદી કન્સોલિડેશન ફેઝમાં છે, જ્યાં મોટા ખેલાડીઓ સસ્તા ભાવે ખરીદી કરી રહ્યા છે. આ બાદ હવે ભાવ વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે. જોકે તેની પાછળ એક કારણ જવાબદાર છે.

| Updated on: Feb 19, 2026 | 8:42 PM
1 / 6
ચાંદીમાં ફરી એક વખત તેજી આવવાની શક્યતા છે. હાલ ચાંદી થોડો સમય નીચેના તબક્કામાં એટલે કે કન્સોલિડેશન ફેઝમાં છે. આ દરમિયાન મોટા ખેલાડીઓ ધીમે ધીમે અને સસ્તા ભાવમાં રોજ થોડું થોડું ખરીદી કરી રહ્યા છે.

2 / 6
આ જ બિગ મની પ્લેયર્સ આગળ જઈને ફરીથી ચાંદીમાં તેજી લાવશે. ત્યારબાદ જે લોકોએ હમણાં લગભગ 2.5 લાખની આસપાસ વેચાણ કર્યું છે, તે જ લોકો ફરી એક વખત ચાંદી ખરીદવા દોડતા જોવા મળશે.

3 / 6
મે 2025થી લઈને જાન્યુઆરી 2026 સુધી સતત 9 મહિના સુધી ચાંદીમાં મજબૂતી રહી. આ સમગ્ર સમયગાળામાં દર મહિને ચાંદીના ભાવ ઉપર જ જતા રહ્યા. પરંતુ 9 મહિના પછી પહેલી વખત ચાંદીમાં નેગેટિવ ટ્રેન્ડ જોવા મળ્યો.

4 / 6
એમસીએક્સ પર ચાંદીએ લગભગ 4,20,000 રૂપિયાનું ઓલ ટાઈમ હાઈ લેવલ સ્પર્શ્યું હતું. ત્યારબાદ તેમાં ભારે ઘટાડો આવ્યો અને ભાવ ઘટીનેને અંદાજે 2,29,000 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયા.

5 / 6
હાલ ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થવાની કગાર પર છે અને ચાંદીમાં જે મંદી જોવા મળી છે, તેને કરેકશન તરીકે જોવામાં આવે છે. બજારના ટ્રેન્ડ પર નજર કરીએ તો એવી શક્યતા બની રહી છે કે આ ઘટાડા બાદ માર્ચ મહિનામાં ચાંદીમાં ફરી એક વખત તેજી જોવા મળી શકે.

6 / 6
(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

Published On - 7:48 pm, Thu, 19 February 26