
તેમણે વધુમાં કહ્યું કે, આ અઠવાડિયે સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો હોવા છતાં ધાતુ મોટે ભાગે એક મર્યાદિત દાયરા સુધી જ રહી છે. મજબૂત ડોલર અને નબળી ફિઝિકલ ડિમાન્ડને કારણે તેની વધારાની ગતિ રોકાઈ ગઈ છે. છૂટક ખરીદદારો ભાવમાં વધુ ઘટાડાના ડરથી બજારથી દૂર રહી રહ્યા છે.

શુક્રવારે મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ડિસેમ્બર ડિલિવરી માટે સોનાનો વાયદો 165 રૂપિયા અથવા 0.14 ટકા ઘટીને 1,21,067 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો.

એન્જલ વનના DVP (રિસર્ચ, નોન-એગ્રી કમોડિટીઝ અને કરન્સી) પૃથમેશ માલ્યાએ જણાવ્યું હતું કે, “આ સમય દરમિયાન MCX પર સોનાનો ફ્યુચર ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,17,000 થી ₹1,22,000 ની આસપાસ રહ્યો હતો. અમેરિકાના શ્રમબજાર (Labor Market) ના નબળા અહેવાલ, સુરક્ષિત રોકાણની માંગ, અમેરિકામાં વ્યાજદર ઘટાડાની અપેક્ષા અને સેન્ટ્રલ બેન્કની ખરીદીના કારણે ભવિષ્યમાં સોનાના ભાવ પર અસર થઈ શકે છે.”

તેમણે વધુમાં કહ્યું, "સોનું વર્ષ 1979 પછીથી તેની વાર્ષિક વૃદ્ધિની દિશામાં છે અને જો હાલના મૂળભૂત પરિબળો અસરકારક રહ્યા, તો ટૂંક સમયમાં સોનાના ભાવમાં વધુ તેજી જોવા મળી શકે છે."