Gold Price Prediction : ટૂંક સમયમાં 1.25 લાખ રૂપિયાને પાર જશે સોનાનો ભાવ ! જાણો શું છે ચોંકાવનારું કારણ

2025માં સોનાની કિંમત ₹1.25 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે! આવું અનુમાન ગોલ્ડમેન સૅક્સે કર્યું છે. તેણે પોતાના અંદાજમાં સુધારો કર્યો છે.

| Updated on: Apr 16, 2025 | 7:13 PM
4 / 7
સેન્ટ્રલ બેન્કોની માંગમાં વધારો નોંધાયો છે. નવા અંદાજ મુજબ દર મહિને સરેરાશ 80 ટન સુધી ખરીદી થવાની શક્યતા છે (જોકે અગાઉ 70 ટનનું અનુમાન હતું). ગોલ્ડ ETFમાં પ્રવાહ વધ્યો છે, કારણ કે રોકાણકારો મંદીની સ્થિતિમાં  સોનાની પસંદગી કરી રહ્યા છે. વૈશ્વિક સ્તરે હાજર સોનાની કિંમતોમાં સતત વધારો જોવા મળ્યો છે. હાલ સુધી આ વર્ષે 23%નો ઉછાળો આવી ચૂક્યો છે.

5 / 7
ભાવ વધારાના બીજા સંભવિત પરિબળો વિષે વાત કરવામાં આવે તો, જો મહામારી જેવી મંદી આવે તો, ETF પ્રવાહ pandemic દરમિયાનના સ્તર પર પહોંચી શકે છે, જેના લીધે 2025ના અંત સુધીમાં સોનાની કિંમત $3,880 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે.જો કે, નીતિમાં સ્થિરતા આવે અને આર્થિક વૃદ્ધિ પાછી આવે, તો ભાવ લગભગ $3,550 પ્રતિ ઔંસ રહે તેવી શક્યતા પણ ગોલ્ડમેન સૅક્સે દર્શાવી છે.

6 / 7
ટ્રેડ વોર અને ડોલર નરમ પડવાથી અસર અંગે વાટ કરવામાં આવે તો,અમેરિકન ડોલરમાં નરમાઈથી સોનાને ફાયદો થયો છે. જોકે, યુએસ-ચીન વચ્ચેના ટ્રેડ વોર અને ટેરિફ અંગેની અસ્પષ્ટતા સોનાની દિશાને અસ્ફૂટ બનાવી રહી છે.

7 / 7
ગોલ્ડમેન સૅક્સનો અભિપ્રાય છે કે, સોનાની મધ્યમ ગાળાની દિશા ઉપર તરફ ઝુકી રહી છે. ખાસ કરીને જ્યારે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા હોય, ત્યારે સોનામાં રોકાણ સલામત આશ્રય તરીકે ચાલુ રહેશે. તેથી વર્ષ 2025 સુધીમાં સોનાની કિંમતોમાં મોટો ઉછાળો જોવા મળવાની શક્યતા છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી મીડિયા અહેવાલના આધારે ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.)

Published On - 4:44 pm, Wed, 16 April 25