
ટ્રેડર્સ માટે આજેનું સત્ર મોટું અવસર સાબિત થયું છે, ખાસ કરીને જેમણે શોર્ટ પોઝિશન લીધી હતી.લાંબા ગાળાના રોકાણકારો માટે આજનો ઘટાડો થોડી ચિંતાનો વિષય બની શકે છે, કારણ કે ભાવ હવે સપોર્ટ લેવલ નજીક પહોંચતા નજરે પડે છે. ગોલ્ડે 22 એપ્રિલે 99,704 નો હાઇ ટચ કર્યો હતો. બાદમાં એટલા દિવસમાં ગોલ્ડ હવે પડીને લગભગ 8 હજાર સસ્તો થયો. હવે આ ભાવ આજે 91,880 આવી ગયો. જે લગભગ હાઇ થી 8 ટકા સસ્તો છે.

ટેકનિકલ દ્રષ્ટિએ જો વાત કરીએ તો હાલમાં સોનાના ભાવ માટે ₹91,800 મહત્વપૂર્ણ સપોર્ટ તરીકે જોવામાં આવે છે. જ્યારે ઉપરની દિશામાં જો ભાવ પુનઃ ઉપર ચઢે, તો ₹95,250 સ્તરે રેસિસ્ટન્સનો સામનો કરી શકે છે. માર્કેટની આગલી દિશા હવે વૈશ્વિક આર્થિક ઘટનાઓ અને ડોલરના મૂલ્ય ઉપર ઘણી અંશે નિર્ભર રહેશે.
Published On - 6:21 pm, Thu, 1 May 25