સોનાએ તોડ્યા બધા રેકોર્ડ ! ₹1.67 લાખ કરોડનું Gold અચાનક હોંગકોંગ પહોંચ્યું, હવે આની પાછળ કોનો હાથ?

દુનિયાભરમાં સોનાના વેપારનું ગણિત ઝડપથી બદલાઈ રહ્યું છે. સોનાના ખરીદ-વેચાણના આંતરરાષ્ટ્રીય બજારમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. હોંગકોંગમાં આશરે 1.67 લાખ કરોડ રૂપિયાનું સોનું પહોંચતા તમામ જૂના રેકોર્ડ તૂટી ગયા છે. યુદ્ધ અને કડક પ્રતિબંધોને કારણે જે 'સોનું' પહેલાં લંડન જતું હતું, તેનો રસ્તો હવે એશિયા તરફ વળી ગયો છે. હવે મોટો સવાલ એ છે કે, આટલું બધું 'સોનું' આખરે કોણ ખરીદી રહ્યું છે?

| Updated on: Oct 06, 2026 | 4:12 PM
1 / 9
'સોનું' રશિયાની ખાણોમાંથી નીકળે છે, રિફાઇનરીમાં સાફ થાય છે અને ચમકતી ઈંટોમાં બદલાઈ જાય છે. જો કે, હવે તેનું સરનામું બદલાઈ ગયું છે. વાત એમ છે કે, જે 'સોનું' ક્યારેક મોટી માત્રામાં લંડન પહોંચતું હતું, તે હવે 'હોંગકોંગ' પહોંચી રહ્યું છે. ત્યાંથી મોટાભાગનું 'સોનું' ચીનના બજારમાં જતું રહે છે. આ બદલાયેલ સફર પાછળ એક યુદ્ધ છે, પશ્ચિમી દેશોના પ્રતિબંધો છે અને ચીનમાં સોનું ખરીદવાની વધતી ઈચ્છા છે. વાર્તા સમજવા માટે પહેલાં એ સમયગાળામાં જઈએ, જ્યારે રશિયાના સોનાના વેપારમાં લંડનનું સૌથી મહત્વનું સ્થાન હતું.

2 / 9
વર્ષ 2019 થી વર્ષ 2021 વચ્ચે રશિયાના સોનાનો મોટો હિસ્સો બ્રિટન જતો હતો. કિંમતી ધાતુઓમાં રોકાણ સાથે જોડાયેલી કંપની બુલિયનવૉલ્ટના જણાવ્યા અનુસાર, આ દરમિયાન બ્રિટનને રશિયાની સોનાની નિકાસ, રશિયાની ખાણોમાંથી નીકળેલા સોનાના લગભગ બે-તૃતીયાંશ ભાગ જેટલી હતી. રશિયામાં જેટલું 'સોનું' નીકળી રહ્યું હતું, તેની સરખામણીમાં 'બ્રિટન' જતી માત્રા ખૂબ મોટી હતી. ત્યાં ખરીદદારો હતા, વેપારની સુવિધાઓ હતી અને આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચ હતી. જો કે, એક જ મોટા બજાર પર આટલી નિર્ભરતા પાછળથી મુશ્કેલી બની ગઈ. વર્ષ 2022માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો. ત્યારબાદ પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવવાનું શરૂ કર્યું. આની અસર તેના સોનાના વેપાર પર પણ પડી.

3 / 9
માર્ચ 2022માં લંડન બુલિયન માર્કેટ એસોસિએશન એટલે કે LBMA એ રશિયાની તમામ 6 ગોલ્ડ અને સિલ્વર રિફાઇનરીઓને પોતાની 'ગુડ ડિલિવરી' યાદીમાંથી નિલંબિત (સસ્પેન્ડ) કરી દીધી. આમ જોવા જઈએ તો, આ નામ થોડું અઘરું લાગી શકે છે. ગુડ ડિલિવરી એ મોટા બજારમાં સ્વીકારવામાં આવતી સોના અને ચાંદીની ઈંટોના ગુણવત્તાના ધોરણો સાથે જોડાયેલી યાદી છે. આ યાદીમાંથી બહાર થયા પછી રશિયન રિફાઇનરીઓ માટે જૂના બજારમાં વેપાર કરવો મુશ્કેલ બની ગયો. ત્યારબાદ અમેરિકા, બ્રિટન અને અન્ય પશ્ચિમી દેશોએ રશિયન સોના પર પ્રતિબંધો લગાવ્યા. હવે જે બજારોમાં પહેલાં તેનું સ્વાગત થતું હતું, ત્યાં પહોંચ લગભગ બંધ થઈ ગઈ. બુલિયનવૉલ્ટના રિસર્ચ ડાયરેક્ટર એડ્રિયન એશના જણાવ્યા અનુસાર, બ્રિટન અને પ્રતિબંધો લગાવનારા અન્ય પશ્ચિમી દેશોમાં રશિયન સોનાની નિકાસ ખૂબ જ ખરાબ રીતે ઘટી ગઈ. હવે રશિયા સામે સવાલ હતો કે, 'સોનું' બીજા બજારો સુધી કેવી રીતે પહોંચાડવું? બસ આ જ મોડ પર હોંગકોંગનું મહત્વ વધવા લાગ્યું.

4 / 9
હોંગકોંગ સોનાના વેપારમાં નવો ખેલાડી નથી. તે લાંબા સમયથી ચીનમાં સોનું પહોંચાડવાનો મહત્વનો રસ્તો રહ્યો છે. આ સિવાય ચીનમાં પણ કોઈ નાનું બજાર નથી. તે વિશ્વનું સૌથી મોટું સોનાનો વપરાશ કરતું બજાર છે. ગેટહાઉસ એડવાઇઝરી પાર્ટનર્સના સિનિયર કન્સલ્ટન્ટ વીટા સ્પિવાકે જણાવ્યું કે, યુદ્ધ પછી હોંગકોંગ રશિયા અને ચીનના વેપારનું મોટું કેન્દ્ર બની ગયું છે. તેમના જણાવ્યા અનુસાર, અહીં આવનારા રશિયન સોનાનો મોટાભાગનો હિસ્સો મુખ્યભૂમિ (મેઇનલેન્ડ) ચીન જાય છે, કારણ કે ચીને રશિયન સોના પર પ્રતિબંધો નથી લગાવ્યા. આનો અર્થ એ થયો કે, રશિયાએ એક એવો રસ્તો શોધી કાઢ્યો છે કે; જેની આગળ સોનાનું એક વિશાળ બજાર છે.

5 / 9
સ્પિવાકના જણાવ્યા અનુસાર, હોંગકોંગનો ફાયદો માત્ર પશ્ચિમી પ્રતિબંધો વચ્ચે બીજો રસ્તો મળવા સુધી મર્યાદિત નથી. અહીંથી મોટા ખરીદદાર બજાર સુધી સીધી પહોંચ પણ મળે છે. બુલિયનવૉલ્ટે હોંગકોંગના વસ્તી ગણતરી અને આંકડાશાસ્ત્ર વિભાગના આંકડાઓનું પૃથક્કરણ કર્યું છે. આ મુજબ, વર્ષ 2026ના પ્રથમ સાત મહિનામાં હોંગકોંગે રશિયન મૂળનું 112.7 ટન સોનું આયાત કર્યું. 1,48,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે આ સોનાની અનુમાનિત કિંમત આશરે 1,66,920 કરોડ રૂપિયા થાય છે. સરળ રીતે સમજીએ તો, લગભગ 1.67 લાખ કરોડ રૂપિયા થાય. આ અનુમાન આપેલા ભાવ પર પૂરી માત્રાની કિંમત દર્શાવે છે.

6 / 9
અસલી આયાત સોદા અલગ-અલગ સમયે અને ભાવે થયા હશે. તેથી, તેમની વાસ્તવિક રકમ આનાથી અલગ હોઈ શકે છે. ડોલર સાથે જોડાયેલી કોઈ રકમના રૂપાંતરણ માટે એક અમેરિકી ડોલર 96 રૂપિયા માનવામાં આવ્યો છે. સોનાના અહીં જણાવેલા ભાવ સીધા રૂપિયાવાળા ભાવથી કાઢવામાં આવ્યા છે. આખા વર્ષ 2025માં હોંગકોંગે રશિયા પાસેથી 92.1 ટન સોનું મંગાવ્યું હતું. એ જ ભાવે તેની અનુમાનિત કિંમત આશરે 1,36,409 કરોડ રૂપિયા થાય છે. હવે એ રેકોર્ડ પણ આ વર્ષે માત્ર સાત મહિનામાં તૂટી ગયો. વર્ષ 2021માં હોંગકોંગે રશિયન મૂળનું માત્ર 3.3 ટન સોનું આયાત કર્યું હતું. આપેલા ભાવે તેની અનુમાનિત કિંમત આશરે 4,888 કરોડ રૂપિયા થાય છે.

7 / 9
આખા વર્ષમાં જેટલું સોનું આવ્યું હતું, આ વખતે સાત મહિનામાં તેનાથી આશરે 34 ગણી માત્રા પહોંચી ગઈ. આ તફાવત દર્શાવે છે કે, વેપારનો રસ્તો કેટલી ઝડપથી બદલાયો છે. હોંગકોંગની નોન-મોનેટરી ગોલ્ડ આયાતમાં રશિયાની ભાગીદારી પણ વર્ષ 2021ના 0.6 ટકાથી વધીને આ વર્ષના પ્રથમ 7 મહિનામાં આશરે 15 ટકા થઈ ગઈ. નોન-મોનેટરી ગોલ્ડ એટલે કેન્દ્રીય બેંકોના સત્તાવાર રિઝર્વ (અનામત) સિવાયનું 'સોનું', જેનો ઉપયોગ વેપાર અને અન્ય હેતુઓ માટે થાય છે. એડ્રિયન એશના જણાવ્યા અનુસાર, વધતી આયાતના આંકડા રશિયા અને ચીનના મજબૂત વેપારી સહયોગની ઝલક આપે છે. આ સહયોગ માટે વ્લાદિમીર પુતિન ઘણી વખત શી જિનપિંગનો આભાર માની ચૂક્યા છે. રશિયન 'સોનું' એવા સમયે પહોંચી રહ્યું છે, જ્યારે ચીનની કેન્દ્રીય બેંક અને સામાન્ય લોકો પણ સોનું ખરીદી રહ્યા છે. ચીને સોનાને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ખનિજનો દરજ્જો આપ્યો છે. પરિવારો માટે અસલી સોનાને બચતનું મૂલ્ય સાચવનારા વિકલ્પ તરીકે પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે.

8 / 9
S&P ગ્લોબલના જણાવ્યા અનુસાર, વર્ષ 2026ના પ્રથમ 6 મહિનામાં ચીનના સત્તાવાર ગોલ્ડ રિઝર્વમાં 40 ટનથી વધુનો વધારો થયો છે. આપેલા ભાવે તેની અનુમાનિત કિંમત 59,244 કરોડ રૂપિયાથી વધુ છે. આ માત્રા ગયા વર્ષના સમાન સમયગાળાની ખરીદી કરતાં બમણાથી પણ વધુ છે. S&P ગ્લોબલ રેટિંગ્સના ચાર્લ્સ ચાંગના જણાવ્યા અનુસાર, અનિશ્ચિતતા વધવા પર લોકો પોતાની બચત સુરક્ષિત રાખવા માંગે છે. 'સોનું' તેમને એક વિકલ્પ દેખાય છે.

9 / 9
હોંગકોંગ 'સોનું' રાખવાની, ખરીદ-વેચાણ કરવાની અને સોદા પતાવવાની સુવિધાઓ વધારી રહ્યું છે. સ્ટોનએક્સની રોના ઓ'કોનેલના જણાવ્યા અનુસાર, મોટું ગોલ્ડ સેન્ટર બનવાની રેસમાં હોંગકોંગ અને સિંગાપોર વચ્ચે સ્પર્ધા છે. જરૂરી સુવિધાઓની બાબતમાં હોંગકોંગ લગભગ 6 મહિના આગળ છે. જો કે, શાંઘાઈએ પણ વેપારનો હિસ્સો હાંસલ કર્યો છે. S&P ગ્લોબલના જણાવ્યા અનુસાર, ચીને શેનઝેન અને બીજિંગ જેવા અન્ય આયાત કેન્દ્રો ખોલ્યા છે.  આનાથી હોંગકોંગનો હિસ્સો પહેલાં કરતા ઓછો થયો છે. તેમ છતાં પણ રશિયન સોનાના વધતા પ્રવાહે હોંગકોંગને આ વાર્તાનો મહત્વનો તબક્કો બનાવી દીધો છે. લંડનનો રસ્તો બંધ થયો, તો 'સોનું' એશિયા તરફ વળી ગયું.

Follow Us
Loading...
Unable to load recommendations.