
તેને ઇચ્છીત તબીબી ફિલ્ડમાં જવા નહીં મળતા તે માર્ગ ભટકી ગયો અને ગુનાખોરીના કાદવમાં ખુંપી ગયો. મોઇને નકલી લકઝરી ઘડિયાળો વેચવાથી ગુનાખોરીની દુનિયામાં એન્ટ્રી કરી, તે બાદમાં ઓનલાઈન ગેમિંગના રવાડે ચઢ્યો અને પછી આંગડીયાઓની મદદ થી નાણાકીય હેરાફેરી માં સંડોવાયો.આ દરમ્યાન તે ઓનલાઈન સાયબર માફિયાઓના સંપર્કમાં આવ્યો, એક વર્ષ પૂર્વે ક્રિપટો કરન્સીથી ઠગાઈની રકમ મેળવતી ઓનલાઈન સાયબર ગેંગનો તે ખુદ શિકાર બન્યો અને ત્યાર પછી તે ખુદ પણ આવી રીતે ઓનલાઈન ઠગાઈ કરતી ગેંગનો સાગરીત બની ગયો.

મોઇનને એ ગેર સમજ હતી કે ઓનલાઈન ક્રાઇમ કરવાથી કાયદાની પકડમાં આવી શકાશે નહીં અને ખૂબ મોટી રકમ કમાઈ લેવાશે પરંતુ તેની આ ધારણા ખોટી પડી, તે હવે તેના અન્ય 12 સાગરીતો સાથે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલનાના સકંજામાં છે અને તેની ગેંગ ના મુસ્તફા નેવી વાલા સહિત ના અન્ય આરોપીઓને પકડવા અમદાવાદ સાયબર ક્રાઇમ સેલની જુદી જુદી ટિમો કાર્યરત છે.