
નવી દિલ્હી રેલવે સ્ટેશન (NDLS) વાર્ષિક 39.3 મિલિયનથી વધુ મુસાફરોને હેન્ડલ કરે છે. દેશના સૌથી મોટા પરિવહન કેન્દ્રોમાંનું એક હોવાને કારણે, અહીં આખો દિવસ ભીડ જ જોવા મળે છે. સ્માર્ટ સ્ટેશન બનાવવાની યોજના ઘણા સમયથી ચાલી રહી છે પરંતુ સામે મુસાફરોની સંખ્યામાં વધારો થતો રહે છે.

અમદાવાદ જંકશન (ADI) પશ્ચિમ રેલવેનું સૌથી મોટું પેસેન્જર હબ છે. વેપાર, ઉદ્યોગ અને લાંબા અંતરની મુસાફરીને કારણે મુસાફરોની સંખ્યા વધી રહી છે અને એમાંય દર વર્ષે આમાં વધારો થઈ રહ્યો છે. નોંધનીય છે કે, ક્યારેક-ક્યારેક તો પ્લેટફોર્મ પર ઊભા રહેવાની જગ્યા પણ ઓછી પડી જાય છે.

પુણે જંકશન આઇટી ક્ષેત્ર, વિદ્યાર્થીઓ અને નોકરિયાત લોકો માટેનું એક ખાસ સ્ટેશન છે. 22.2 મિલિયન ફૂટફોલ સાથે તે મહારાષ્ટ્રનું સૌથી ઝડપથી વિકસતું પેસેન્જર હબ છે. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નાઈ સાથે મજબૂત કનેક્ટિવિટી તેને વધારે આકર્ષક બનાવે છે.

હૈદરાબાદ આવતા મોટાભાગના મુસાફરો સિકંદરાબાદ જંક્શન દ્વારા શહેરમાં પ્રવેશ કરે છે. 27.7 મિલિયન લોકોની અવરજવર સાથે, તે તેલંગાણાનું સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ રેલવે હબ છે.

ચેન્નાઈ સેન્ટ્રલ એ દક્ષિણ ભારતનું ઉત્તર-દક્ષિણ પ્રવેશદ્વાર છે. 30 મિલિયનથી વધુ ફૂટફોલ સાથે, તે દેશમાં બીજું એક હાઇ ડિમાન્ડ ધરાવતું સ્ટેશન છે. કામ અને શિક્ષણથી લઈને વ્યવસાય સુધીના તમામ પ્રવાસીઓ અહીં મોટી સંખ્યામાં જોવા મળે છે.

'લોકમાન્ય તિલક ટર્મિનલ' (LTT) CSMT (Chhatrapati Shivaji Maharaj Terminus) પરના દબાણને ઓછું કરવા માટે બનાવવામાં આવ્યું હતું. જો કે, LTT પોતે ભારે ટ્રાફિકનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે, જ્યાં લાંબા અંતરની ટ્રેનોનો મોટો ભાગ દોડે છે.

હઝરત નિઝામુદ્દીન (NDLS) ખાતે વધતી જતી ભીડને કારણે ઘણી લાંબા અંતરની ટ્રેનો હવે 'નિઝામુદ્દીન' થઈને ચલાવવામાં આવે છે. આ જ કારણ છે કે, દર વર્ષે 1.45 કરોડથી વધુ મુસાફરો NZM પર મુસાફરી કરે છે.

આનંદ વિહાર ટર્મિનલ દિલ્હી-એનસીઆર ઈસ્ટર્ન કોરિડોર પરનું સૌથી મોટું સ્ટેશન બની ગયું છે. તે ઉત્તર પ્રદેશ અને બિહાર જતા મુસાફરો માટે સૌથી ઉપયોગી ટર્મિનલ છે.
Published On - 7:09 pm, Sat, 22 November 25