અનિલ અંબાણી પર EDનો કાળઝાળ પંજો: સાણંદની કરોડોની જમીન અને ખંડાલાનું વૈભવી ફાર્મહાઉસ જપ્ત

EDનો મોટો સપાટો! મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણી ગ્રુપની વધુ ₹3,034 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. કુલ જપ્તીનો આંકડો હવે ₹19,000 કરોડને પાર કરી ગયો છે.

| Updated on: Apr 28, 2026 | 8:52 PM
1 / 5
રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ (RAAG) માટે ખરાબ સમય પૂરો થવાનું નામ નથી લઈ રહ્યો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગના ગંભીર કેસમાં અનિલ અંબાણીની વધુ ₹3,034 કરોડની સંપત્તિ ટાંચમાં (Attach) લેતા કોર્પોરેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ તાજી કાર્યવાહી સાથે અત્યાર સુધીમાં અંબાણી ગ્રુપની કુલ ₹19,344 કરોડથી વધુની સંપત્તિ પર એજન્સીએ કબજો જમાવ્યો છે.

2 / 5
ED એ આ વખતે રિયાલન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (R-Infra) સાથે જોડાયેલી કિંમતી મિલકતોને નિશાન બનાવી છે. જેમાં સામેલ છે: મુંબઈમાં આવેલો આલીશાન ફ્લેટ અને ખંડાલાનું મોંઘાદાટ ફાર્મહાઉસ. અમદાવાદના સાણંદ પાસે આવેલી જમીનના મોટા પ્લોટ. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અંદાજે 7.71 કરોડ શેર, જે ટ્રસ્ટ સ્ટ્રક્ચર હેઠળ રાખવામાં આવ્યા હતા.

3 / 5
કેમ થઈ રહી છે આ કાર્યવાહી? : અનિલ અંબાણી ગ્રુપ પર બેંકો સાથે છેતરપિંડી અને લોનના નાણાં જે હેતુ માટે લીધા હતા તેના બદલે અન્ય જગ્યાએ વાપરવાના (Diversion of Funds) ગંભીર આરોપો છે. ED ની તપાસ મુજબ, આ નાણાંની હેરાફેરી મની લોન્ડરિંગ હેઠળ આવે છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ આ તમામ મિલકતોને કામચલાઉ રીતે જપ્ત કરવામાં આવી છે.

4 / 5
શું હવે અનિલ અંબાણી બચી શકશે?: એક સમયે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ અનિલ અંબાણી અત્યારે કાયદાકીય કુંડાળામાં ફસાયેલા છે. બેંક ફ્રોડ અને ફંડ ડાયવર્ઝનના આ કેસમાં તપાસ એજન્સીઓ અત્યંત આક્રમક મૂડમાં છે. ₹19,000 કરોડથી વધુની મિલકતો જપ્ત થયા બાદ હવે અનિલ અંબાણી આ સંકટમાંથી કેવી રીતે બહાર આવશે, તેના પર આખા દેશની નજર છે.

5 / 5
શું અનિલ અંબાણી પોતાની આ મિલકતો પરત મેળવી શકશે કે પછી તેમનું સામ્રાજ્ય સંપૂર્ણપણે પત્તાના મહેલની જેમ વિખેરાઈ જશે? તે તો સમય જ કહેશે.

Follow Us