PBKS VS DC : અક્ષર પટેલની તોફાની ઇનિંગ્સથી દિલ્હીની શાનદાર જીત!

IPL 2026ના 55મી મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું. આ જીત સાથે દિલ્હી કેપિટલ્સે પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશાઓને આગામી મેચ સુધી જીવંત રાખી છે. બીજી તરફ પંજાબ કિંગ્સ સતત ચોથી હાર બાદ પોઇન્ટ્સ ટેબલમાં ટોચનું સ્થાન મેળવવાની તક ગુમાવી બેઠી છે.

| Updated on: May 12, 2026 | 8:25 AM
1 / 7
સતત બે મેચ હાર્યા બાદ દિલ્હી કેપિટલ્સે આખરે પંજાબ કિંગ્સ સામે ‘કરો અથવા મરો’ જેવી મેચમાં જીતી મેળવી છે. પંજાબ કિંગ્સ સામેની મહત્વપૂર્ણ મેચમાં દિલ્હીએ 19 ઓવરમાં 211 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો છે.

2 / 7
દિલ્હી કેપિટલ્સની આ સીઝનની પાંચમી જીત છે. આ મેચ દિલ્હી માટે મહત્વપૂર્ણ હતી, કારણ કે તે લોકો જો મેચ હારી જતા તો ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જતી.

3 / 7
પંજાબ કિંગ્સના બીજા હોમ ગ્રાઉન્ડ ધર્મશાલામાં આ સિઝનની પહેલી મેચ રમાઈ હતી. પંજાબે મજબૂત શરૂઆત કરી હતી. ઓપનર પ્રિયાંશ આર્યએ પહેલા જ બોલ પર છગ્ગો માર્યો હતો અને માત્ર 2.4 ઓવરમાં 50 રનનો આંકડો પૂરો કર્યો હતો.

4 / 7
પ્રિયાંશ પછી કેપ્ટન શ્રેયસ ઐય્યરે પણ અડધી સદી મારી હતી. જોકે એક સમયે 220થી વધુનો સ્કોર કરવા માટે તૈયાર દેખાતું પંજાબ 200 રનનો આંકડો ભાગ્યે જ પાર કરી શક્યું. અંતે સૂર્યાંશ શેડગે માત્ર 8 બોલમાં 21 રન બનાવીને પંજાબની ટીમે 200નો આંકડો પાર કર્યો.

5 / 7
પાવરપ્લેમાં દિલ્હીની સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. તેણે પોતાના શરૂઆતના ત્રણ બેટ્સમેનોને માત્ર 33 રનમાં ગુમાવી દીધા હતા. આમાંથી બે વિકેટ અર્શદીપ સિંહને અને એક વિકેટ યશ ઠાકુરને મળી હતી. ત્યારબાદ કેપ્ટન અક્ષર પટેલે કમાન સંભાળી. માત્ર 30 બોલમાં 56 રનની તોફાની ઇનિંગ્સ રમી ટીમને મેચમાં પાછી લાવી.

6 / 7
આ દરમિયાન તેને ડેવિડ મિલરનો પણ સારો સાથ મળ્યો. આ સીઝનમાં મિલરને સતત ટીમમાં અંદર-બહાર થવું પડતું હતું, પરંતુ મિલરે સાબિત કર્યું કે તેઓ કેટલા ખતરનાક બેટ્સમેન છે. દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેને 28 બોલમાં 51 રન બનાવી ટીમને લક્ષ્યની નજીક પહોંચાડી.

7 / 7
મિલર આઉટ થયા બાદ પંજાબની વાપસી થતી દેખાઈ રહી હતી, પરંતુ આશુતોષ શર્માએ માત્ર 10 બોલમાં 24 રન ફટકારી મેચને પંજાબથી દૂર લઈ ગયા. જ્યારે બોલિંગમાં કમાલ કરનાર માધવ તિવારીએ 8 બોલમાં 18 રન બનાવી દિલ્હીને જીત સુધી પહોંચાડી હતી.

Follow Us
Loading...
Unable to load recommendations.