
ચેમ્પિયન ટ્રોફી અને એશિયા કપની ટ્રોફી જીતની વચ્ચે ભારતીય ટીમે ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. અહી 5 મેચની ટેસ્ટ સીરિઝ રમી હતી. જે 2-2થી ડ્રો રહી હતી.

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની સફળતામાં સાઉથ આફ્રિકા સામે પાંચ મેચની T20 સીરિઝ જીતીને વધુ વધારો થયો. આ ટીમ ઇન્ડિયાની સતત 14મી T20 સીરિઝ હતી. તે 14 T20 સિરીઝમાંથી, ભારતે ઘરઆંગણે નવ સીરિઝ જીતી હતી. આનાથી ઓસ્ટ્રેલિયાનો ઘરઆંગણે સતત આઠ T20 સીરિઝમાં જીતવાનો રેકોર્ડ તૂટી ગયો.

ભારતીય પુરુષ ક્રિકેટનું વર્ચસ્વ આઈસીસી રેન્કિંગ પર જોવા મળ્યું. વર્ષના અંતે વિરાટ અને રોહિત શર્માનો જલવો જોવા મળ્યો હતો. રોહિત શર્માએ આઈસીસી વનડે રેન્કિંગમાં નંબર 1ની પોઝિશન પર છે. તો વિરાટ કોહલી વનડે રેન્કિંગમાં બીજા નંબર પર છે.

ક્રિકેટમાં જો ભારતીય પુરુષ ટીમની ધમાલ જોવા મળી તો મહિલા ટીમે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.તેમણે પહેલી વખત મહિલા વનડે વર્લ્ડકપ જીતી ઈતિહાસ રચ્યો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયાને ફાઈનલમાં હરાવી વર્લ્ડકપ જીત્યો હતો.

આ વર્ષે ભારતીય મહિલાનું શાનદાર પ્રદર્શન બ્લાઈન્ડ ટી20 વર્લ્ડકપમાં પણ જોવા મળ્યું હતુ. ભારત આ ટૂર્નામેન્ટમાં પણ ચેમ્પિયન બની છે.
Published On - 10:46 am, Tue, 23 December 25