Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશી હવે નેપાળમાં રમતો જોવા મળશે ? BCCI એ બનાવ્યો ખાસ પ્લાન !

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટૂંક સમયમાં ઈન્ડિયા A ટીમને નેપાળના પ્રવાસે મોકલી શકે છે. જો આ યોજના અમલમાં આવશે તો યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને પણ મોટી તક મળી શકે છે. ઈંગ્લેન્ડમાં નિરાશાજનક પ્રદર્શન બાદ આ પ્રવાસ તેના માટે પોતાને સાબિત કરવાની મહત્વપૂર્ણ તક બની શકે છે.

| Updated on: Jul 10, 2026 | 6:53 PM
1 / 5
વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCI ટૂંક સમયમાં ભારતીય ખેલાડીઓને નેપાળના પ્રવાસે મોકલી શકે છે. સચિવ દેવજીત સૈકિયાએ સંકેત આપ્યો છે કે ઈન્ડિયા A ટીમ નેપાળનો પ્રવાસ કરી શકે છે.

2 / 5
એક અહેવાલ મુજબ નેપાળમાં ક્રિકેટની લોકપ્રિયતા અને વધતા સ્તરને ધ્યાનમાં રાખીને BCCI નેપાળ ક્રિકેટ બોર્ડને ટેકો આપશે. જેમાં એક મોટું પગલું ઈન્ડિયા A ટીમને ત્યાં મોકલવાનું હશે. BCCI સચિવ દેબજીત સૈકિયાએ મુંબઈમાં આ અંગે સંકેત આપ્યો હતો.

3 / 5
આ વર્ષની શરૂઆતમાં, BCCI ના એક અધિકારીએ ખુલાસો કર્યો હતો કે નેપાળ ક્રિકેટ બોર્ડે ઈન્ડિયા A ટીમને નેપાળ મોકલવા માટે બોર્ડનો સંપર્ક કર્યો હતો. શક્ય છે કે BCCI એ આ માટે પહેલાથી જ યોજના બનાવી લીધી હોય.

4 / 5
જો ઈન્ડિયા A ટીમ નેપાળનો પ્રવાસ કરે છે, તો વૈભવ સૂર્યવંશી પણ ટીમનો ભાગ બની શકે છે. સિનિયર સ્તરે તેના પ્રદર્શનને જોતાં એવું લાગતું નથી કે તે હજુ તે સ્તર માટે તૈયાર છે.

5 / 5
વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડ સામે ત્રણ T20 મેચ રમી અને ત્રણેયમાં નિષ્ફળ ગયો. તેણે પહેલી મેચમાં 14, બીજી મેચમાં 13 અને ત્રીજી મેચમાં 15 રન બનાવ્યા હતા. (PC-GETTY IMAGES)

Follow Us
Loading...
Unable to load recommendations.