સંજુ સેમસન દિલ્હી કેપિટલ્સ નહીં, પરંતુ CSKમાં જોડાશે ? IPL ઓક્શન પહેલા ચાર ટીમો સાથે ચાલી રહી છે ચર્ચા

રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન ફ્રેન્ચાઈઝીને પહેલાથી જ જણાવી ચૂક્યો છે કે તે આગામી સિઝન માટે બીજી ટીમમાં જોડાવા માંગે છે. ત્યારથી, રોયલ્સ સંજુના ટ્રેડ અંગે વિવિધ ફ્રેન્ચાઈઝીઓ સાથે ચર્ચા કરી રહી છે. જેમાં દિલ્હી સાથે ડીલ લગભગ નક્કી હોવાની ચર્ચા હતી, પરંતુ હવે અચાનક ફરી CSK આ ટ્રેડ ડીલમાં સામેલ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે.

| Updated on: Nov 07, 2025 | 8:33 PM
4 / 6
તાજેતરના અહેવાલ મુજબ બંને ફ્રેન્ચાઈઝીઓએ ફરી એકવાર સેમસન માટે ટ્રેડ અંગે ચર્ચા શરૂ કરી છે. રાજસ્થાન રોયલ્સના માલિક મનોજ બડાલે તાજેતરમાં યુકેથી ભારત પરત ફર્યા છે અને તેમના પાછા ફર્યા પછી રોયલ્સે વિવિધ ફ્રેન્ચાઈઝીઓ સાથે ટ્રેડ અંગે ચર્ચા શરૂ કરી છે.

5 / 6
આમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સનો સમાવેશ થાય છે. અગાઉ, દિલ્હી સાથે  વાટાઘાટો સફળ થતી દેખાતી હતી, જેમાં દિલ્હી સેમસનના બદલામાં ટ્રિસ્ટન સ્ટબ્સને રાજસ્થાન મોકલવાનું વિચારી રહ્યું હોવાના અહેવાલ હતા.

6 / 6
CSK અને RR વચ્ચે ખેલાડીઓની અદલાબદલી પર ચર્ચા થઈ રહી છે. CSK આ ડીલમાં ટોચના ખેલાડીને ટ્રેડ કરવા તૈયાર છે. ફ્રેન્ચાઈઝીએ સ્ટાર ખેલાડીનો પણ સંપર્ક કર્યો છે અને પૂછ્યું છે કે શું તે રાજસ્થાનમાં જવા તૈયાર છે. આ ખેલાડીની કોણ છે તે અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. (PC: PTI/GETTY)