
કેપ્ટનશીપના વિકલ્પમાં શુભમન ગિલ સૌથી નાનો છે. મતલબ કે અનુભવી છે. પરંતુ જો લોન્ગ ટર્મ કેપ્ટન બનાવવો છે. તો ભારતની ટેસ્ટ ટીમ માટે ગિલ બેસ્ટ વિકલ્પ છે. બીજું, આક્રમક અભિગમ, જે કેપ્ટનની બોડી લેંગ્વેજ અને નિર્ણયોમાં પ્રતિબિંબિત થવો જોઈએ, તે ગિલમાં જોવા મળે છે. જો ગિલ કેપ્ટન બને છે, તો તે ટીમ મેનેજમેન્ટના આક્રમક અભિગમને પણ પ્રતિબિંબિત કરશે.

બુમરાહ અને ગિલ સિવાય ટેસ્ટ કેપ્ટનશીપમાં અન્ય 2 દાવેદારો પણ છે. જેમાં પંત અને કે.એલ રાહુલનું નામ સામેલ છે.હાલમાં પંત પાસે ટેસ્ટમાં કેપ્ટનશીપનો કોઈ અનુભવ નથી પરંતુ રેડ બોલ ક્રિકેટમાં તેનું નામ લઈ શકાય છે.

તો કે.એલ રાહુલે અત્યારસુધી 3 ટેસ્ટમાં કેપ્ટનશીપનો અનુભવ છે. 3 ટેસ્ટમાં 2 જીત પણ છે. સારી વાત તો એ છે કે, વિકેટકીપર બેટ્સમેન જે ટીમ મેનેજમેન્ટની પહેલી પસંદ છે.આવી સ્થિતિમાં, જો તેને ટેસ્ટ કેપ્ટનશીપ પણ મળે તો તે આશ્ચર્યજનક વાત નથી.