
વિરાટ કોહલીએ 2008માં પોતાની ODI કારકિર્દીની શરૂઆત કરી હતી. કોહલીએ 2010માં સદીઓ ફટકારવાનું શરૂ કર્યું હતું અને ત્યારથી તે ઘણી વખત આ સીમાચિહ્ન સુધી પહોંચ્યો છે. વિરાટે આ ફોર્મેટમાં સતત રન બનાવ્યા છે, જે તેને વિશ્વ ક્રિકેટના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક બનાવે છે. વનડે ક્રિકેટમાં વિરાટ કોહલીનો સદી ફટકારવાનો સિલસિલો ચાલુ જ છે.

વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે 111 બોલમાં અણનમ 100 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા ફટકાર્યા. તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલીએ પહેલી વાર 2009માં ચેમ્પિયન્સ ટ્રોફી રમી હતી. પરંતુ આ ટુર્નામેન્ટમાં વિરાટે પહેલી વાર સદી ફટકારી હતી. આ તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 82મી સદી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે તે બીજા ક્રમે છે. સચિન તેંડુલકર 100 સદી સાથે સૌથી આગળ છે. (All Photo Credit : PTI / GETTY)