
DDCAના અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે વિરાટ કોહલીનું નામ દિલ્હીની ટીમમાં સામેલ થઈ શકે છે, પરંતુ તેની સામે તેણે સંપૂર્ણ ફિટ થવું પડશે. મતલબ કે જો વિરાટ ફિટ રહેશે તો જ તે રણજી ટ્રોફી મેચમાં દિલ્હી તરફથી રમી શકશે.

વિરાટ કોહલી દિલ્હીની આગામી રણજી મેચમાં રમશે કે નહીં તે સ્પષ્ટ નથી, પરંતુ આ મેચમાં રિષભ પંત રમવાનો છે તે વાતની પુષ્ટિ થઈ છે. સમાચાર છે કે આ મેચમાં રિષભ પંત પણ દિલ્હીની કેપ્ટનશીપ કરશે. રિષભ પંતે તેની છેલ્લી રણજી મેચ 2018માં રમી હતી.

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં મળેલી મોટી હાર બાદ BCCIએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે ઘણા કડક નિયમો બનાવ્યા છે, જેમાંથી એક નિયમ સ્થાનિક ક્રિકેટને પ્રાથમિકતા આપવાનો છે. નવા નિયમ મુજબ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓએ ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડશે. જો આમ ન થાય તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. (All Photo Credit : PTI)