આજે છે કિંગ કોહલીનો 36મો જન્મદિવસ , જુઓ કોહલી પરિવારમાં કોણ કોણ છે
વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ દિલ્હીમાં પંજાબી પરિવારમાં થયો હતો. વિરાટના પિતા પ્રેમ કોહલી વકીલ હતા, જ્યારે તેની માતા સરોજ કોહલી ગૃહિણી છે. વિરાટ કોહલી ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાનો છે. વિરાટને દરેક લોકો પ્રેમથી 'ચીકુ' કહે છે.આવો જાણીએ વિરાટ કોહલીના સમગ્ર પરિવાર વિશે
1 / 7
વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સના બોલરોસામે અડધી સદી ફટકારી અને ટીમને 4 વિકેટે જીત અપાવી હતી. કોહલીએ 77 રનની શાનદાર ઈનિંગ રમી. આ દરમિયાન કોહલીએ સિઝનની પોતાની પ્રથમ અડધી સદી માત્ર 31 બોલમાં ફટકારી હતી. આઈપીએલ 2024માં સૌથી વધુ રન કરનાર ખેલાડી પણ બન્યો છે.
2 / 7
વર્ષ 2006માં જ્યારે વિરાટ માત્ર 18 વર્ષનો હતો ત્યારે બ્રેઈન સ્ટ્રોકના કારણે તેના પિતાનું અવસાન થયું હતું. તે દરમિયાન વિરાટ દિલ્હી અને કર્ણાટક વચ્ચે રણજી મેચ રમી રહ્યો હતો. તેના પિતાના મૃત્યુના બીજા દિવસે, કોહલી બેટિંગ કરવા આવ્યો અને તેણે 90 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
3 / 7
પ્રેમ કોહલીના મૃત્યુ બાદ વિરાટનો પરિવાર આર્થિક સંકટમાં ડૂબી ગયો હતો. માતા સરોજે તેના બાળકોને પ્રોત્સાહિત કર્યા. વિરાટ કોહલી તેની માતાને તેની સૌથી મોટી મોટિવેટ માને છે.
4 / 7
વિરાટ કોહલીની બહેન ભાવનાના લગ્ન સંજય ઢીંગરા સાથે થયા છે, જે વ્યવસાયે બિઝનેસમેન છે. બંનેને બે બાળકો મહેક અને આયુષ છે. મહેક અને આયુષ તેમના મામા વિરાટને ખૂબ જ પ્રિય છે.
5 / 7
વિરાટ કોહલીના મોટા ભાઈ વિકાસ કોહલીના લગ્ન ચેતના સાથે થયા છે. બંનેને આરવ કોહલી નામનો પુત્ર છે. વિરાટ અને તેનો ભત્રીજો આરવ ઘણીવાર સાથે જોવા મળે છે. આરવ આઈપીએલ મેચો દરમિયાન મેચમાં આરસીબીને સપોર્ટ કરતો જોવા મળ્યો છે.
6 / 7
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 11 ડિસેમ્બર 2017ના રોજ ઇટાલીમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. આ લગ્નમાં અનુષ્કા અને વિરાટના પરિવાર અને નજીકના મિત્રોએ એક ખાનગી સમારોહમાં હાજરી આપી હતી. ત્યારબાદ 11 જાન્યુઆરી 2021ના રોજ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પેરેન્ટ્સ બન્યા.
7 / 7
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એક સુંદર બાળકીના માતા-પિતા છે. વિરાટ અને અનુષ્કાએ તેમની પુત્રીનું નામ વામિકા રાખ્યું છે.
Published On - 7:00 am, Fri, 9 June 23