
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 18 વર્ષ રાહ જોયા બાદ આઈપીએલ ટ્રોફી પોતાના નામે કરી છે. વિરાટ કોહલીની કિસ્મત હવે ચમકી છે.જીત બાદ વિરાટ કોહલી ભાવુક પણ થયો હતો. સોશિયલ મીડિયા પર પ્રેમાનંદ મહારાજ ટ્રેન્ડ થઈ રહ્યા છે. તેનુંકારણ જાણો.

તમને જણાવી દઈએ કે,આઈપીએલ 2025ની ફાઈનલ પહેલા વિરાટ કોહલીએ પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લીધા હતા. સોશિયલ મીડિયા પર એક યુઝરે કહ્યું વિરાટ કોહલીને પ્રેમાનંદ મહારાજના આશીર્વાાદ ખુબ કામ આવ્યા છે.

હવે ચાહકો પણ આને ચમત્કાર માની રહ્યા છે કારણ કે,વિરાટ કોહલી અત્યારસુધી આઈપીએલનો ખિતાબ જીત્યો ન હતો. છેલ્લા 18 વર્ષથી વિરાટ કોહલી આરસીબીની સાથે છે.

પ્રેમાનંદ મહારાજને મળ્યા પછી, વિરાટ કોહલીનું જીવન બદલાઈ ગયું. આ પછી તરત જ, કોહલીએ શ્રીલંકા સામેની મેચમાં ત્રણ વર્ષ પછી તેની પહેલી સદી ફટકારી હતી. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહેલા પણ જાન્યુઆરી 2023 અને જાન્યુઆરી 2025માં પણ પ્રેમાનંદ મહારાજના આશ્રમની મુલાકાત લઈ ચૂક્યા છે.

ત્રણ વર્ષ સુધી તેનું બેટ શાંત રહ્યું. આ પછી વિરાટે ટેસ્ટ ક્રિકેટમાં પણ સદી ફટકારી. તે 2023 થી સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે.

13 મે,2025 ના રોજ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પ્રેમાનંદ ગોવિંદ શરણ જી મહારાજને મળવા વૃંદાવન ગયા હતા, જ્યારે વિરાટે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પ્રેમાનંદ જી મહારાજ સાથે આ તેમની ત્રીજી મુલાકાત હતી. આ ઉપરાંત, તેઓ પહેલા 4 જાન્યુઆરી, 2023 અને 10 જાન્યુઆરી, 2023 ના રોજ પણ તેમના દર્શન માટે ગયા હતા.
Published On - 2:26 pm, Wed, 4 June 25