
IPL 2026માં 19 એપ્રિલે Kolkata Knight Riders અને Rajasthan Royals વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાનારી મેચ Vaibhav Suryavanshi માટે ખાસ બની શકે છે. આ મેચ તેના માટે નંબર 1 ભારતીય બનવાની મોટી તક સાબિત થઈ શકે છે. હવે તે આ સિદ્ધિ હાંસલ કરશે કે નહીં, તેનો જવાબ તો મેચના દિવસે જ મળશે.

IPL 2026 માં 19 એપ્રિલ વૈભવ સૂર્યવંશી માટે એક મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસ નક્કી કરશે કે તે T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ભારતીય બની શકે છે કે નહીં.

હાલ આ રેકોર્ડ Devdutt Padikkal ના નામે છે, જેમણે માત્ર 25 ઇનિંગ્સમાં 1000 રન પૂર્ણ કર્યા હતા.

વૈભવ સૂર્યવંશીએ અત્યાર સુધી 23 T20 ઇનિંગ્સમાં 901 રન બનાવ્યા છે. એટલે કે, 19 એપ્રિલે KKR સામે તેની 24મી ઇનિંગ્સમાં જો તે 99 રન બનાવે છે, તો તે સૌથી ઝડપી 1000 T20 રન બનાવનાર ભારતીય બની શકે છે. આ તેની માટે મોટી સિદ્ધિ સાબિત થશે.

આ પહેલાં SRH સામેની મેચમાં તેની પાસે વિશ્વનો સૌથી ઝડપી 1000 T20 રન બનાવનાર બનવાની તક હતી, પરંતુ તે મેચમાં શૂન્ય પર આઉટ થતાં તે તક હાથમાંથી નીકળી ગઈ હતી. હવે તેની નજર ફરી એકવાર આ ખાસ રેકોર્ડ પર રહેશે.

આ મેચ માત્ર રેકોર્ડ માટે જ નહીં, પરંતુ ઓરેન્જ કેપની રેસ માટે પણ મહત્વપૂર્ણ છે. વૈભવ સૂર્યવંશીએ IPL 2026 માં અત્યાર સુધી 5 ઇનિંગ્સમાં 200 રન બનાવ્યા છે. બીજી તરફ, Virat Kohli 5 ઇનિંગ્સમાં 228 રન સાથે હાલ ઓરેન્જ કેપ ધરાવે છે.

તેથી, 19 એપ્રિલની મેચમાં વૈભવ સૂર્યવંશી પાસે બે મોટાં લક્ષ્યો હશે. એક તરફ સૌથી ઝડપી 1000 T20 રન બનાવવાનો રેકોર્ડ, અને બીજી તરફ ઓરેન્જ કેપની રેસમાં આગળ વધવાનો પ્રયાસ. હવે જોવાનું એ રહેશે કે કોલકાતાની આ મેચમાં તે કેટલું સફળ થાય છે. (All image - BCCI)
Published On - 4:03 pm, Thu, 16 April 26