
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા તેમણે કહ્યું, 'ગૌતમ ગંભીર સ્ટેન્ડ ચાહકો માટે ખુલ્લું રહેશે. ચાહકો ગેટ નંબર 16 અને 17 થી પ્રવેશ કરી શકે છે. DDCAના સભ્યો અને મહેમાનો માટે ગેટ નંબર 6 પણ ખુલ્લો રહેશે. અમે પ્રથમ દિવસે 10,000 ની ભીડની અપેક્ષા રાખીએ છીએ. આ એક ફ્રી એન્ટ્રી છે, ચાહકોએ માત્ર તેમનું આધાર કાર્ડ અને તેની ફોટોકોપી લાવવાની રહેશે. આ મેચ કોઈપણ ઈન્ટરનેશનલ કે આઈપીએલ મેચ જેવી હશે.

વિરાટ કોહલીએ તેની છેલ્લી રણજી મેચ નવેમ્બર 2012માં રમી હતી. આવી સ્થિતિમાં વિરાટ કોહલીએ પણ આ મેચ માટે ઘણી તૈયારી કરી લીધી છે. કોહલીએ તેના સાથી ખેલાડીઓ સાથે બે દિવસ પ્રેક્ટિસ કરી હતી. (All Photo Credit : PTI / X / INSTAGRAM)
Published On - 9:00 pm, Wed, 29 January 25