
રવિન્દ્ર જાડેજાએ ગુજરાત શહેરમાં તેમની રેસ્ટોરન્ટ 'જડ્ડુઝ ફૂડ ફિલ્ડ' છે. આ રેસ્ટોરન્ટ રાજકોટમાં આવેલ છે, આ રેસ્ટોરન્ટ ક્રિકેટ પ્રેમીઓ માટે ફેવરિટ હેંગઆઉટ પોઈન્ટ છે. આ રેસ્ટોરન્ટમાં ભારતીય, થાઈ, ચાઈનીઝ, મેક્સીકન અને ઈટાલીયન વાનગીઓ પીરસવામાં આવે છે.

સચિન તેંડુલકરે મુંબઈમાં કેટલીક જગ્યાએ પોતાની રેસ્ટોરન્ટ 'તેંડુલકર'ની ઘણી બ્રાન્ચ ખોલી છે. તાજેતરમાં જ તેઓએ બેંગ્લોરમાં બે જગ્યાએ તેમના આઉટલેટ ખોલ્યા છે. આ રેસ્ટોરન્ટની સૌથી ખાસ વાત એ છે કે અહીંના ઈન્ટીરીયરમાં તમે ક્રિકેટના ઈતિહાસની ઝલક જોઈ શકો છો.

પૂર્વ ક્રિકેટર અને મહાન બેટ્સમેન કપિલ દેવ પટનામાં 'ઈલેવેન્સ' નામની પોતાની રેસ્ટોરન્ટ ચલાવે છે. ક્રિકેટ થીમ પર આધારિત આ જગ્યા પર લોકોની ભારે ભીડ થાય છે.

પુણેમાં આવેલી ઝહીર ખાનની 'ડાઈન ફાઈન' નામની રેસ્ટોરન્ટમાં વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ મળે છે. આ રેસ્ટોરન્ટની શરૂઆત વર્ષ 2005માં કરવામાં આવી હતી. ત્યારથી લઈને આજ સુધી આ રેસ્ટોરન્ટે ફૂડ લવર્સમાં એક ખાસ ઓળખ બનાવી છે.