
ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 2025ની પોતાની છેલ્લી ટેસ્ટ સીરિઝમાં હાર મળી છે. સાઉથ આફ્રિકાએ 2 મેચની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમને 2-0થી ક્લીન સ્વીપ કર્યું છે. કોલકાતામાં રમાયેલી પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને સાઉથ આફ્રિકા સામે 30 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમજ સીરિઝની બીજી અને છેલ્લી ટેસ્ટ મેચમાં પણ સાઉથ આફ્રિકાએ ભારતને 408 રનથી હરાવ્યું હતુ.

ભારતીય ટીમ હવે આગામી વર્ષે ટેસ્ટ મેચ રમતી જોવા મળશે. જાણકારી મુજબ ટીમ ઈન્ડિયાની અંદાજે 8 મહિના માટે ટેસ્ટ ક્રિકેટમાં બ્રેક મળ્યો છે. સાઉથ આફ્રિકા સામે ખરાબ રીતે હાર્યા બાદ ટીમ ઈન્ડિયા હવે આગામી વર્ષે જૂન મહિનામાં ટેસ્ટ ક્રિકેટ રમતી જોવા મળશે.

ભારત જૂન 2026માં અફઘાનિસ્તાન વિરુદ્ધ એકમાત્ર ટેસ્ટ મેચ રમતી જોવા મળશે. આ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ એટલે કે,WTC 2025-27નો ભાગ હશે નહી.

અફઘાનિસ્તાન સામે એક ટેસ્ટ મેચ રમ્યા બાદ ભારતીય ટીમ 2 મહિના બાદ શ્રીલંકાનો પ્રવાસ ટેસ્ટ મેચ રમશે. આ 2 મેચની ટેસ્ટ સીરિઝ હશે. જે WTCને લઈ ખુબ મહત્વની હતી. ત્યારબાદ ભારતીય ટીમ ઓક્ટોબર-નવેમ્બરમાં ન્યુઝીલેન્ડનો પ્રવાસ કરશે. આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા 2 મેચની ટેસ્ટ સીરિઝ સિવાય ઓડીઆઈ અને ટી20 સીરિઝ પણ રમશે.

વર્ષ 2026માં ભારતીય ટીમનું શેડ્યુલની જો આપણે વાત કરીએ તો.જાન્યુઆરી 2026 ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ 3 વનડે, 5 ટી20,7 ફેબ્રુઆરી -8 માર્ચ, 2026 ટી20 વર્લ્ડ કપ (ભારત/શ્રીલંકા),જૂન 2026 ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન - 1 ટેસ્ટ, 3 વનડે ત્યારબાદ જુલાઈમાં ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ - 3 વનડે, 5 ટી20 મેચ રમશે.

ઓગસ્ટ મહિનામાં ભારત વિરુદ્ધ શ્રીલંકા 2 ટેસ્ટ (WTC 2025-27) ,સપ્ટેમ્બર ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન - 3 ટી20,સપ્ટેમ્બર-ઓક્ટોબર ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ - 3 વનડે, 5 ટી20ઓક્ટોબર-નવેમ્બર ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ - 2ટેસ્ટ (WTC 2025-27), 3 વનડે, 5 ટી20 ,ડિસેમ્બર ભારત વિરુદ્ધ શ્રીલંકા -3 ODI, 3 T20I મેચ રમશે. (ALL Photo : PTI)
Published On - 11:42 am, Thu, 27 November 25