
યશસ્વી જયસ્વાલ પણ આ મેચમાં ઉતરશે, જે રોહિત સાથે ઓપનિંગ કરી શકે છે. આ મેચ માટે મુંબઈની ટીમમાં શ્રેયસ અય્યર, શિવમ દુબે અને શાર્દુલ ઠાકુર જેવા સ્ટાર ખેલાડીઓ પણ સામેલ છે.

રાજકોટમાં દિલ્હીનો સામનો બે વખતના વિજેતા સૌરાષ્ટ્ર સાથે થશે, જેમાં રિષભ પંત દિલ્હીની ટીમ તરફથી રમતા જોવા મળશે. પંતનો સામનો રવીન્દ્ર જાડેજા સામે થશે જે સૌરાષ્ટ્રની ટીમનો ભાગ છે.

રાજકોટ-દિલ્હી મેચમાં ચેતેશ્વર પૂજારા અને નવદીપ સૈની પણ જોવા મળશે. ગ્રુપ D ની આ મેચ જીતવી બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાલમાં દિલ્હી ચોથા સ્થાને અને સૌરાષ્ટ્ર પાંચમા સ્થાને છે. આ ગ્રુપમાં તમિલનાડુ અને ચંદીગઢ પ્રથમ બે સ્થાન પર છે.

ભારતીય વનડે ટીમનો વાઈસ કેપ્ટન શુભમન ગિલ પણ આ વખતે રણજી રમવા જઈ રહ્યો છે. તે પંજાબની ટીમનો ભાગ છે. પંજાબે ગ્રુપ C માં અત્યાર સુધી પાંચ મેચમાં માત્ર એક જ જીત મેળવી છે અને તે પાંચમા સ્થાને છે. આવી સ્થિતિમાં સૌની નજર શુભમન ગિલ પર ટકેલી છે. તેની ટીમ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કર્ણાટકનો સામનો કરશે.

આ મેચમાં પંજાબને ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સામેલ અભિષેક શર્મા અને અર્શદીપ સિંહની ખોટ પડશે. બીજી તરફ દેવદત્ત પડિકલ અને પ્રસિદ્ધ કૃષ્ણાની વાપસીથી કર્ણાટકને મજબૂતી મળશે. (All Photo Credit : PTI)