
ભારતીય ક્રિકેટરો પણ હવે બોલિવુડ સ્ટારની જેમ દરરોજ ચર્ચામાં રહે છે.અક્ષર પટેલ ભારતીય ક્રિકેટ ટીમના મજબુત ખેલાડીઓમાંથી એક છે.તેની પત્ની ગુજરાતી છે.

સેમિફાઇનલમાં અક્ષર પટેલે ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકને આઉટ કરવા માટે એક શાનદાર કેચ પકડ્યો. કેચ પકડવો વધુ પડકારજનક હતું કારણ કે તેને બોલ પકડવા માટે પાછળની તરફ દોડવું પડ્યું હતું.ભારતીય ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલ બોલ અને બેટથી ધમાલ મચાવે છે.અક્ષર પટેલનો આ કેચ ટી20 વર્લ્ડકપ 2026નો બેસ્ટ કેચ છે તેવું કહી શકાય.

અક્ષર પટેલની પત્ની મેહા પટેલ એક ન્યુટ્રિશનિસ્ટ અને Dietitian છે, મેહા પટેલનો જન્મ ગુજરાતમાં થયો છે. તે એક ગુજરાતી પરિવારમાંથી આવે છે. બાળપણથી તેને સ્વાસ્થય અને ફિટનેસમાં ખુબ રુચિ હતી. આજે મેહા પટેલ એક સર્ટિફાઈડ ડાયટેશિયન અને ન્યુટ્રિશનિસ્ટના રુપમાં કામ કરે છે.

તેમજ મેહા પટેલ લોકોને ફિટનેસ પ્રત્યે જાગ્રુત પણ કરે છે. આ સિવાય તે વેલનેસ અને લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલ કામમાં પણ ખુબ એક્ટિવ છે. મેહા પટેલ પોતાની લાઈફને લાઈમલાઈટથી દુર રાખવાનું પસંદ કરે છે.

અક્ષર પટેલ અને મેહા પટેલે 2023માં લગ્ન કર્યા હતા. બંન્ને કપલ એક દીકરાના માતા-પિતા છે.

મેહાએ પોતાના જમણા હાથ પર અક્ષર પટેલના નામનું ટેટૂ બનાવ્યું છે. મેહા પટેલ રીલ્સ બનાવવાની પણ શોખીન છે. તે રીલ્સ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી જોવા મળે છે.

મેહા પટેલની કુલ સંપત્તિ 8 થી 10 લાખ રૂપિયાની વચ્ચે હોવાનો અંદાજ છે. તેમની આવકનો મોટો હિસ્સો કન્સલ્ટિંગ ફી, હેલ્થ બ્રાન્ડ્સ અને ડાયેટ પ્લાનમાંથી આવે છે.હાલમાં તેના દીકરાની સારસંભાળ રાખી રહી છે.

તે સોશિયલ મીડિયા પર પોતાના ડાયેટ પ્લાન પણ શેર કરે છે. અક્ષર પટેલ અને મેહા ઘણી વખત સાથે વેકેશન પર જોવા મળ્યા છે.