IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીએ T20 વર્લ્ડ કપમાં મચાવ્યો કહેર, બનાવ્યો આ મોટો રેકોર્ડ

|

Jun 21, 2024 | 6:13 PM

મિશેલ સ્ટાર્કને 'બિગ ગેમ પ્લેયર' કહેવાય છે. જ્યારે પણ કોઈ મોટી ટુર્નામેન્ટ કે મહત્વપૂર્ણ મેચ હોય છે ત્યારે તે ટીમ માટે સૌથી આગળ રહે છે. સ્ટાર્ક પોતની ધારદાર બોલિંગથી વિરોધી ટીમના બેટ્સમેનોને આઉટ કરી ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપે છે. વર્લ્ડ કપમાં તેનો લેટેસ્ટ રેકોર્ડ આનો પુરાવો છે.

1 / 5
ઓસ્ટ્રેલિયાએ 21 જૂને T20 વર્લ્ડ કપની સુપર-8 મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો.

2 / 5
બાંગ્લાદેશ સામે સ્ટાર્કે 4 ઓવરમાં 21 રન આપીને 1 વિકેટ લીધી હતી. આ સાથે તેણે પોતાનો રેકોર્ડ તોડીને લસિથ મલિંગાને પાછળ છોડી દીધો છે.

3 / 5
મિચેલ સ્ટાર્કે T20 અને ODI વર્લ્ડ કપમાં કુલ 95 વિકેટ લીધી છે. હવે તે વર્લ્ડ કપ મેચોમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. મલિંગાએ તેની વર્લ્ડ કપ કારકિર્દીમાં 94 વિકેટ લીધી હતી.

4 / 5
સ્ટાર્કે ભલે આ રેકોર્ડ તોડી નાખ્યો હોય પરંતુ હવે તેને જાળવી રાખવા માટે વધુ મહેનત કરવી પડશે. બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકિબ અલ હસન તેનાથી માત્ર 3 વિકેટ દૂર છે. શાકિબ વર્લ્ડ કપમાં 92 વિકેટ સાથે આ રેસમાં ત્રીજા સ્થાને છે.

5 / 5
મિચેલ સ્ટાર્કે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી T20 વર્લ્ડ કપમાં 24 મેચમાં 30 વિકેટ ઝડપી છે. T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ (49) લેવાનો રેકોર્ડ શાકિબ અલ હસનના નામે છે.

Published On - 6:12 pm, Fri, 21 June 24

Next Photo Gallery