ICC Rankings: અભિષેક-ઈશાન વચ્ચે નંબર 1 ની રેસ બની મજેદાર, મિસ્ટ્રી સ્પિનરે ગુમાવ્યું ટોપનું સ્થાન

T20 વર્લ્ડ કપ 2026 પૂર્ણ થયા બાદ ICC દ્વારા જાહેર કરાયેલ નવી T20I રેન્કિંગમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. બોલરોની રેન્કિંગમાં ભારતનો મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી પોતાનું નંબર-1 નું સ્થાન ગુમાવી ચૂક્યો છે, તો બીજી તરફ બેટિંગ રેન્કિંગમાં અભિષેક શર્મા પ્રથમ સ્થાને છે, પરંતુ ઈશાન કિશન હવે તેમના માટે મોટો પડકાર બની રહ્યો છે.

| Updated on: Mar 11, 2026 | 5:05 PM
1 / 6
T20 વર્લ્ડ કપમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન ન કરી શકનાર ભારતના મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીને ICC T20I રેન્કિંગમાં મોટો ઝટકો લાગ્યો છે. અગાઉ નંબર-1 પર રહેલો વરુણ હવે બીજા ક્રમે પહોંચી ગયા છે. જ્યારે અભિષેક શર્મા તેનું નંબર 1 નું સ્થાન ટકાવી રાખવામાં સફળ રહ્યો છે.

2 / 6
લેટેસ્ટ રેન્કિંગ મુજબ રાશિદ ખાન 753 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે. વરુણ ચક્રવર્તી 740 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આ ફેરફાર પાછળ T20 વર્લ્ડ કપ દરમિયાન બંને ખેલાડીઓના પ્રદર્શનનો મોટો ફાળો માનવામાં આવે છે, જેમાં રાશિદે સતત સારી બોલિંગ કરી હતી.

3 / 6
ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહે પણ બોલરોની યાદીમાં સારો ઉછાળો નોંધાવ્યો છે. તે હવે છઠ્ઠા ક્રમે પહોંચી ગયો છે. બુમરાહે ટૂર્નામેન્ટ દરમિયાન મહત્વપૂર્ણ વિકેટો લઈ ભારતીય ટીમને અનેક વખત મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

4 / 6
બેટિંગ રેન્કિંગની વાત કરીએ તો ભારતનો યુવા બેટ્સમેન અભિષેક શર્મા હજુ પણ નંબર-1 સ્થાન પર મજબૂત રીતે ટકી રહ્યો છે. તે 875 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. જોકે, ઈશાન કિશન માત્ર ચાર પોઈન્ટ પાછળ છે અને 871 પોઈન્ટ સાથે બીજા સ્થાને આવી ગયો છે.

5 / 6
ઈશાન કિશને તાજેતરના પ્રદર્શનના આધારે પાકિસ્તાનના સાહિબજાદા ફરહાન અને ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટને પાછળ છોડી દીધા છે. ખાસ વાત એ છે કે T20 બેટિંગ રેન્કિંગના ટોપ-10માં કુલ ચાર ભારતીય બેટ્સમેનનો સામેલ છે. અભિષેક અને ઈશાન સિવાય તિલક વર્મા સાતમા અને સૂર્યકુમાર યાદવ નવમા સ્થાને છે.

6 / 6
સંજુ સેમસનના રેન્કિંગમાં પણ મોટો ઉછાળો થયો છે. T20 વર્લ્ડ કપ પહેલા તે 65મા સ્થાને હતો, પરંતુ હવે 637 રેટિંગ પોઈન્ટ સાથે 22મા ક્રમે પહોંચી ગયો છે. ફાઈનલ સહિત પાંચ મેચમાં તેણે 321 રન બનાવ્યા હતા, 80.25ની સરેરાશ અને લગભગ 200ના સ્ટ્રાઈક રેટ સાથે તેની તોફાની બેટિંગે ભારતને ટ્રોફી જીતાડવામાં મોટો ફાળો આપ્યો. (PC:PTI/X)