
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 8 માર્ચના રોજ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે ટી20 વર્લ્ડકપની ફાઈનલ રમાશે. તેમજ ટી20 વર્લ્ડકપની ચેમ્પિયન ટીમ મળશે. વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવશે.

ટ્રોફીને લઈ શું છે આઈસીસીનો નિયમ ચાલો જાણીએ.આઈસીસીએ 26 વર્ષ પહેલા એક નિયમ બનાવ્યો હતો. જે મુજબ જીતનારી ટીમને ટ્રોફી આપવામાં આવે છે. તે ફોટો સેશન અને પરેડમાં ઉપયોગમાં લેવાય છે પરંતુ તે ટ્રોફી ઘરે લઈ જઈ શકતા નથી.

આઈસીસી વિજેતા ટીમને ડમી ટ્રોફી આપવામાં આવે છે. તે બિલકુલ રિયલ ટ્રોફી જેવી હોય છે. તેને બનાવવામાં સોના અને ચાંદીનો ઉપયોગ પણ કરવામાં આવે છે.

વર્લ્ડકપની રેપ્લિકા ટ્રોફીને જીતનારી ટીમ પોતાને ઘરે લઈ જાય છે. ત્યારબાદ સાચી ટ્રોફી જે હોય છે. તે આઈસીસીના હેડક્વાર્ટરમાં રાખવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, ટ્રોફી દુબઈમાં ICCના હેડક્વાર્ટરમાં રાખવામાં આવે છે. આ તેને ચોરી કે નુકસાનથી બચાવવા માટે કરવામાં આવે છે.

વિજેતા ટીમને ખરેખર વર્લ્ડ કપ ટ્રોફી મળતી નથી. તેના બદલે રિયલ ટ્રોફી સમગ્ર ટુર્નામેન્ટ માટે રાખવામાં આવે છે.

ટૂર્નામેન્ટ જીતનારી ટીમને આ વખતે અંદાજે 20 થી 22 કરોડ રુપિયા મળવાની આશા છે.રનર-અપ ટીમને અંદાજે 13 કરોડ રૂપિયા આપવામાં આવશે. (ALL PHOTO : PTI,Twitter)
Published On - 12:39 pm, Fri, 6 March 26