
જ્યારે વર્લ્ડ ચેમ્પિયન ટીમ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પહોંચી ત્યારે 40 હજાર પ્રશંસકો આંખો પહોળી કરીને તેમની રાહ જોઈ રહ્યા હતા. ટીમ ઈન્ડિયા મેદાનમાં પ્રવેશતાની સાથે જ ચાહકોએ ખેલાડીઓને જોરશોરથી ચીયર કર્યા હતા.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપની જીત પર કહ્યું કે કેવી રીતે આ ક્ષણ તેમના માટે ખૂબ જ ખાસ છે. રોહિતે કહ્યું કે આ દેશમાં આ વર્લ્ડ કપ લાવવો ખૂબ જ ખાસ છે. રોહિતે ટીમ ઈન્ડિયાના પ્રશંસકોના વખાણ કર્યા અને ખાસ કરીને મુંબઈના ફેન્સની પ્રશંસા કરી હતી.

રોહિતે કહ્યું કે આ વર્લ્ડ કપ જીત્યા બાદ તે ખૂબ જ રાહત અનુભવી રહ્યો છે. તેણે જસપ્રિત બુમરાહને દેશનો સૌથી મોટો ખજાનો પણ ગણાવ્યો હતો.

ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ જીતવાનો ઈનામ પણ મળ્યો. BCCIએ ભારતીય કેપ્ટનને 125 કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો. આ રકમ ટીમ ઈન્ડિયા અને તેના સપોર્ટ સ્ટાફને વહેંચવામાં આવશે.

અંતે ભારતીય ટીમના ખેલાડીઓએ મેદાનની પ્રદક્ષિણા કરી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ વંદે માતરમના નારા લગાવ્યા હતા.
Published On - 10:37 pm, Thu, 4 July 24