આ 6 સ્ટાર ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાં ન મળ્યું સ્થાન, T20 ચેમ્પિયન કેપ્ટનની પણ અવગણના

|

Jan 11, 2025 | 10:50 PM

ઈંગ્લેન્ડ સામેની 5 મેચની T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની વાપસી કરી છે. જો કે કેટલાક એવા ખેલાડીઓ છે જેમણે તાજેતરના સમયમાં શાનદાર પ્રદર્શન કર્યું છે પરંતુ તેમ છતાં તેમને ટીમમાં સ્થાન મળ્યું નથી.

1 / 8
ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 22 જાન્યુઆરીથી 5 T20 મેચો રમાવાની છે, જેના માટે આ ટીમની પસંદગી 11 જાન્યુઆરી શનિવારના રોજ કરવામાં આવી હતી. આમાં સૌથી મોટા સમાચાર છેલ્લા એક વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહેલા સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની વાપસીના હતા.

2 / 8
T20 ક્રિકેટમાં મિડલ ઓર્ડરના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર માટે છેલ્લું વર્ષ શાનદાર રહ્યું હતું. તેની કપ્તાની હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2024નું ટાઈટલ જીત્યું હતું. પછી વર્ષના અંતે તેણે મુંબઈને તેની કપ્તાની હેઠળ સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફી (SMAT) પણ જીતાડ્યું. તેમજ IPL મેગા ઓક્શનમાં પંજાબે તેને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આમ છતાં તે ભારતીય T20 ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. અય્યરે મુશ્તાક અલી ટ્રોફીમાં 8 ઈનિંગ્સમાં 345 રન બનાવ્યા હતા, જ્યાં તેની એવરેજ 49.28 હતી અને સ્ટ્રાઈક રેટ 188.52 હતો.

3 / 8
IPLમાં પોતાની વિસ્ફોટક બેટિંગ કૌશલ્ય દેખાડનાર રજત પાટીદાર ફરી એકવાર T20 ઈન્ટરનેશનલ ટીમમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યો છે. પાટીદારની અવગણના પણ સવાલો ઉભા કરે છે, કારણ કે તેણે છેલ્લી IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. એટલું જ નહીં તેણે મુસ્તાક અલી ટ્રોફીમાં મધ્યપ્રદેશની કેપ્ટનશિપ કરીને ટીમને ફાઈનલ સુધી પહોંચાડી હતી. પાટીદારે ફાઈનલ સહિત સમગ્ર ટુર્નામેન્ટમાં 5 અડધી સદી ફટકારી હતી અને 186ના સ્ટ્રાઈક રેટથી 428 રન બનાવ્યા હતા.

4 / 8
સતત ત્રણ IPL સિઝનમાં પોતાની વિસ્ફોટક બેટિંગના આધારે ટીમ ઈન્ડિયામાં વાપસી કરનાર અને T20 વર્લ્ડ કપની ફાઈનલમાં 27 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમનાર શિવમ દુબે પણ ઈંગ્લેન્ડ સિરીઝમાં ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. દુબે ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની T20 શ્રેણીમાંથી બહાર હતો પરંતુ ત્યારથી તે પાછો ફર્યો નથી. દુબેએ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની 5 ઈનિંગ્સમાં માત્ર 151 રન જ બનાવ્યા હતા.

5 / 8
IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સ્થાનિક ક્રિકેટમાં મહારાષ્ટ્રનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ પણ ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. ઋતુરાજે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 5 ઈનિંગ્સમાં માત્ર 130 રન જ બનાવી શક્યો હતો, પરંતુ તે પહેલા ઋતુરાજે ઝિમ્બાબ્વે પ્રવાસ પર સતત 2 મજબૂત અડધી સદી ફટકારી હતી. તેમ છતાં ઋતુરાજને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને ઈંગ્લેન્ડ સામે સિરીઝ પણ તે વાપસી કરી શક્યો નથી.

6 / 8
2023ના અંતમાં ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલો ઈશાન કિશન હજુ પણ ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવી શક્યો નથી. ગયા વર્ષે ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરતી વખતે કેટલીક સારી ઈનિંગ્સ રમી હોવા છતાં, ઈશાન પસંદગી સમિતિનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યો હતો. ઈશાને તાજેતરમાં મુશ્તાક અલી ટ્રોફીમાં 167ના સ્ટ્રાઈક રેટથી 6 ઈનિંગ્સમાં 161 રન બનાવ્યા હતા.

7 / 8
T20 વર્લ્ડ કપ પછી ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન મજબૂત કરનાર રિયાન પરાગને પણ T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું નથી. ગયા વર્ષે ઝિમ્બાબ્વે પ્રવાસ પર ડેબ્યૂ કરનાર રિયાન બાંગ્લાદેશ સામેની T20 સિરીઝ બાદ ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ તે ક્રિકેટ એક્શનથી સંપૂર્ણપણે દૂર છે. જોકે, BCCIએ હજુ સુધી તેની ફિટનેસ અંગે કોઈ અપડેટ આપી નથી.

8 / 8
T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર).  (All Photo Credit : PTI)

Next Photo Gallery