
જય શાહનો જન્મ 22 સપ્ટેમ્બર 1988ના રોજ રાજકારણી અમિત શાહ અને સોનલ શાહને ત્યાં થયો હતો. તો આજે આપણે બીસીસીઆઈ સચિવ જય શાહના પરિવાર વિશે વાત કરીશું.

જય અમિતભાઈ શાહનો જન્મ 22 સપ્ટેમ્બર 1988 રોજ અમદાવાદમાં થયો છે. જે એક ભારતીય ઉદ્યોગપતિ અને ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર છે. તેઓ 2019માં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ બન્યા. એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ પણ રહી ચૂક્યા છે છે. તેઓ ભારતના ગૃહમંત્રી અમિત શાહના પુત્ર છે.

તો ચાલો બીસીસીઆઈ સેક્રેટરી જય શાહના પરિવાર તેમજ કરિયર વિશે જાણીએ

જય શાહ સપ્ટેમ્બર 2013માં ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ના સંયુક્ત સચિવ બન્યા હતા. સંયુક્ત સચિવ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે તેમના પિતા અમિત શાહ સાથે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમના GCAના બાંધકામની દેખરેખ રાખી હતી, તે સમયે GCA પ્રમુખ હતા.

જય શાહ 2015માં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની ફાઇનાન્સ અને માર્કેટિંગ કમિટીના સભ્ય બન્યા હતા. તેમણે સપ્ટેમ્બર 2019માં GCA જોઈન્ટ સેક્રેટરીના પદ પરથી રાજીનામું આપ્યું. તે પછી તેઓ બીસીસીઆઈના સચિવ તરીકે ચૂંટાયા હતા, ત્યારબાદ 2022માં બીજી વખત સેક્રેટરી બન્યા હતા.

2022માં જય શાહે બીસીસીઆઈના રેકોર્ડ બ્રેકિંગ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) મીડિયા રાઈટ્સનું નેતૃત્વ કર્યું, જ્યાં લીગ માટેના 5 વર્ષના અધિકારો કુલ રૂ. 48,390 કરોડમાં વેચાયા, આઈપીએલ વિશ્વની 2જી સૌથી મોટી લીગ બની હતી. ( 1લી રાષ્ટ્રીય ફૂટબોલ લીગ છે)

જાન્યુઆરી 2021માં એશિયન ક્રિકેટ કાઉન્સિલે શાહને પ્રમુખ તરીકે નિયુક્ત થયા પછી, જાન્યુઆરી 2024માં જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટાયા.

ડિસેમ્બર 2019માં BCCIએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની CEC બેઠકો માટે તેના પ્રતિનિધિ તરીકે શાહની પસંદગી કરી હતી. હવે એવી ચર્ચા થઈ રહી છે કે, જય શાહને ICCના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવશે.

ફેબ્રુઆરી 2015માં શાહે રિશિતા પટેલ સાથે પરંપરાગત ગુજરાતી વિધિથી લગ્ન કર્યા. આ લગ્નમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. જય શાહ 2 દિકરીઓના પિતા છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના બિનહરીફ અધ્યક્ષ બન્યા. આ સાથે જય શાહે પણ એક રેકોર્ડ પોતાના નામે કર્યો. અને 35 વર્ષની ઉંમરે તેઓ ICCના ઈતિહાસના સૌથી યુવા અધ્યક્ષ બન્યા છે.
Published On - 5:45 pm, Thu, 22 August 24