સૌથી ઝડપી… સાઈ સુદર્શને તોડ્યો IPL નો મહારેકોર્ડ, આ લિસ્ટમાં નંબર 1 બન્યો

આઈપીએલ 2026 માં સાઈ સુદર્શને ઇતિહાસ રચ્યો છે. તેણે માત્ર 20 ઇનિંગ્સમાં 1000 રન પૂરા કરીને IPLમાં સૌથી ઝડપી ઓપનર તરીકેનો રેકોર્ડ બનાવ્યો છે.

| Updated on: Apr 04, 2026 | 11:34 PM
1 / 5
આઈપીએલ 2026ની આ મેચમાં, Shubman Gill ઈજાના કારણે ટીમથી બહાર હતા, ત્યારે સાઈ સુદર્શને બેટિંગનું નેતૃત્વ સંભાળ્યું. તેણે પોતાની જવાબદારી સારી રીતે નિભાવી અને ટીમને મજબૂત શરૂઆત અપાવી.

2 / 5
211 રનના મોટા લક્ષ્યનો પીછો કરતા સાઈ સુદર્શને માત્ર 44 બોલમાં 73 રનની ધમાકેદાર ઇનિંગ રમી. તેની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થયો હતો. તેણે 165.90ના પ્રભાવશાળી સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી.

3 / 5
આ ઇનિંગ દરમિયાન તેણે એક મહત્વપૂર્ણ રેકોર્ડ પણ બનાવ્યો. સાઈ સુદર્શને આઈપીએલમાં ઓપનર તરીકે માત્ર 20 ઇનિંગ્સમાં 1000 રન પૂરા કર્યા, જે અત્યાર સુધીનો સૌથી ઝડપી રેકોર્ડ છે.

4 / 5
આ પહેલાં આ રેકોર્ડ Lendl Simmonsના નામે હતો, જેમણે 23 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. સાઈ સુદર્શને ત્રણ ઇનિંગ્સ ઓછી રમીને આ રેકોર્ડ તોડી નાખ્યો.

5 / 5
સાઈ સુદર્શનની આ ઇનિંગ વધુ ખાસ એ માટે પણ રહી કે તેણે ટીમ માટે જવાબદારીપૂર્વક રમતાં યુવા ખેલાડી કુમાર કુશાગ્ર સાથે પ્રથમ વિકેટ માટે 78 રનની ઝડપી ભાગીદારી બનાવી. તેની આ પ્રદર્શનથી ગુજરાત ટાઇટન્સને મજબૂત શરૂઆત મળી અને મેચમાં સ્પર્ધાત્મક સ્થિતિ બનાવવામાં મદદ મળી.(PHOTO CREDIT- PTI)

Follow Us