
તે 17મી ઓવર હતી, જ્યારે સ્પિનર સુયશ શર્મા બોલિંગ કરી રહ્યો હતો. આ ઓવરના પાંચમા બોલ પર જુરેલે છગ્ગો ફટકાર્યો. પછી તેણે બીજા બોલ પર ફરીથી સિક્સર ફટકારવાનો પ્રયાસ કર્યો પણ આ વખતે તે નિષ્ફળ રહ્યો. લોંગ ઓફ બાઉન્ડ્રી પર ઉભેલા વિરાટ કોહલીએ એક સરળ કેચ પકડ્યો.

આ એવો કેચ હતો કે કોહલી તેને 10 માંથી 9 વાર કે આંખો બંધ કરીને પણ પકડી શકતો હતો, પરંતુ આ વખતે બોલ તેના હાથમાંથી સરકી ગયો. IPLમાં સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ ધરાવતા કોહલી પાસેથી કોઈને આવી ભૂલની અપેક્ષા નહોતી અને ટીમને ફરીથી તેનું પરિણામ ભોગવવું પડ્યું. (All Image - BCCI)
Published On - 5:59 pm, Sun, 13 April 25